Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સૌકાગામની સીમમાંથી ૧૩ લાખનો દારૂ ભરેલ મીલરીયુ ઝડપાયુ : પોલીસ પણ ચોંકી ઉઠી

વઢવાણ,તા.૭ : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયાએ લીંબડી વિધાનસીધા પેટા ચુંટણી યોજાનાર હોય લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી./જુગારનાં કવોલીટી કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ સબ ઇન્સ.  એમ.કે.ઇશરાણી તથા પોલીસ સ્ટાફનાં એ.એસ.આઇ. પુષ્પરાજભાઇ ધાધલ તથા હેડ કોન્સ. હરપાલસિંહ ઘનશ્યામસિંહ તથા પોલીસ કોન્સ. રવિરાજસિંહ ઝાલા વિગેરે નાઇટ રાઉન્ડ દરમ્યાન હેડ કોન્સ. હરપાલસિંહ દ્યનશ્યામસિંહને મળેલ બાતમી હકીકત આધારે નાયબ પોલીસ અધિક્ષક  સી.પી.મુંધવા, લીંબડીનાઓ તથા પોલીસ સબ ઇન્સ.  એમ.કે.ઇશરાણી તથા પોલીસ સ્ટાફ સાથે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે, નર્મદા બ્રાન્ચ કેનાલ નજીક સૌકા ગામની સીમમાં જતા કાચા રસ્તે બાવળની કાંટની આડમાં રેઇડ કરતા, સફેદ કલરની ટાટા ટાટા ટ્રક (મીલરીયુ) GJ 18 AU 8625માં બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ (૧) રોયલ ચેલેન્જ ગોલ્ડ વ્હીસ્કી (૨) મેકડોવેલ્સ નં.૧ રીઝર્વ વ્હીસ્કી એમ બંન્ને બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૩૩૫૭ કિ.રૂ. ૧૨,૯૨,૨૫૦/- તથા  ટ્રક કિ.રૂ ૧૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨૭,૯૨,૨૫૦/-નાં મુદામાલ મળી આવતા કબજે કરવામાં આવેલ. ટ્રકચાલક કે અન્ય કોઇ ઇસમો હાજર મળી આવેલ ન હોય, સદરહુ બાબતે પ્રોહીબીશન ધારા હેઠળ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી કરી, સદરહુ વિદેશી દારૂ લાવનાર અને સંડોવાયેલ તમામ ઇસમોની તપાસ હાથ ધરેલ છે.

(11:34 am IST)