Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રાણાગઢમાં બોગસ તબીબ ઝડપાયો

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના સાહેબના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી. પો. ઇન્સ. બી. એમ. રાણાની સુચના મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ મસીયાવા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવીણભાઇ આલ તથા પો. કોન્સ. મહીપાલસિંહ, જયરાજસિંહ તથા ડ્રા.પો. કોન્સ. વિક્રમભાઇ સાથે પાણશીણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ મસીયાવા ને મળેલ હકીકત આધારે રાણાગઢ ગામમાં ગે.કા. રીતે કલીનીકમાં પ્રેકટીસ કરતો ડોકટર અરબીન્દા અખિલચન્દ્રા બિસ્વાસ (તપસ્વી) (ઉ.વ. પ૧) મુળ રહે. ગંટી નોર્થ ર૪ પરગણા વેસ્ટ બંગાલ વાળો પોતે ડોકટર ના હોવા છતાં સામાન્ય લોકોમાં ડોકટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેકટીશ કરતો હોય જે એલોપેથી દવાઓ કિંમત રૂપિયા ૧૮૭૦૭/-ના મુદામાલ સાથે મળી આવેલ હોય કાર્યવાહી કરવામાં આવેલ.

(11:35 am IST)