Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મોરબી : ગ્રામ્ય પંથકમાંથી ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર તેજુસંીગ ઝડપાયો

મોરબી,તા. ૭: મોરબીના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે એમપીથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાની સુચનાથી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીના પીઆઈ વી બી જાડેજાની ટીમ સગીર બાળકોના અપહરણના ગુન્હાઓની તપાસમાં હોય દરમીયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુન્હાનો આરોપી તેજુસિંગ ભગવાનસિંગ સોધીયા રહે ઉજ્જેન એમપી વાળો તેના વતનમાં રહીને ખેતમજુરી કરતો હોય જે બાતમીને પગલે એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે એમપી તપાસ કરી હતી અને આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે.

(11:36 am IST)