Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ગોંડલ સબજેલ જલ્સા પ્રકરણઃ વધુ ૬ આરોપીઓ ઝડપાયા : બે આરોપીઓની શોધખોળ

રાજકોટના અજય કુંભારવાડીયા, જયશે દવે અને જીતેન્દ્રસિંહ જાડેજાની અટક

ગોંડલ તા.૭:મુલાકાત અને સમુહ ભોજનનાં પ્રકરણમાં ચકચારી બનેલી ગોંડલ સબજેલમાં ઘટનાની તપાસ કરી રહેલાં પીએસઆઇ.ઝાલા એ વધુ છ આરોપીઓ નો કબ્જો લઇ પુછપરછ હાથ ધરી છે.

પોલીસે સબજેલમાં કેદી તરીકે રહેલા અને મોબાઈલ તથા સમુહ ભોજનમાં સંડોવાયેલા અમીત પડારીયા તથાં જયેશ ગોહેલ નો જેલમાંથી કબ્જો લઇ પુછપરછ હાથ ધરીછે.જેલમાં અનધિકૃત મુલાકાતી બનેલાં રાજકોટ કોઠારીયા રોડ પર રહેતાં અજય રાયધનભાઇ કુંભારવડીયા,જયેશ મહેશભાઈ દવે તથાં જીતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજાની અટક કરી કાર્યવાહી હાથ ધરીછે.

ઉપરાંત આ પ્રકરણમાં ગોંડલ સબજેલમાંથી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાયેલ રાજુ ઉર્ફ રાજેન્દ્ર શેખવાને વડોદરા જેલમાંથી કબ્જો લઇ ગોંડલ લાવી તેની પાસે થી મળી આવેલ મોબાઈલ તથા ડોંગલ અંગે પુછતાછ શરૃં કરી છે.

કલ્પેશ ઠુંમરે જેલમાં રહેલાં અમીત પડારીયાને મોબાઈલ આપ્યાનું પુછપરછમાં બહાર આવ્યું હતું.

હજુ બે આરોપી નિખિલ દોંગા તથાં દિવ્યરાજસિંહ જાડેજાનો કબ્જો મેળવવો બાકી હોય પોલીસે તજવીજ હાથ ધરી છે.

(11:41 am IST)