Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

બંધીયા ગામે બાથરૂમમાંથી ન્હાઇને બહાર નીકળતી મહિલાની પાડોશીએ છેડતી કરી

ના પાડતા હસમુખે ઇંટના ઘા કર્યા, તેના પતિને થાંભલે બાંધી માર મારવાની ધમકી આપી

ગોંડલ,તા. ૭: ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા મનિષાબેન ઈશ્વરભાઈ રાઠોડ (ઉમર વર્ષ ૩૫)એ પડોશમાં રહેતા હસમુખ કનુભાઈ પારધી વિરૂદ્ઘ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરનાં ફળિયામાં આવેલા બાથરૂમમાંથી નહાઈને બહાર નીકળતા હતા ત્યારે પાડોશમાં રહેતો હસમુખ અગાસી ઉપર હોય કાકરીનો ઘા મારી છેડતી કરતા એવું કરવાનીના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઇ નીચે ઉતરી ઘરના ફળિયામાં ઈંટના દ્યા કરી મહિલાના પતિને થાંભલે બાંધી માર મારવાની ધાક-ધમકી આપી હતી બાદમાં પરિણીતાના સાસુએ ૧૮૧ ને ફોન કરી મદદ માટે બોલાવી હતી અને આરોપી વારંવાર છેડતી કરતો હોવાનું જણાવતા , પોલીસે આરોપી વિરૂદ્ઘ આઈપીસીની કલમ ૩૫૪ તેમજ ૩૩૬ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(11:41 am IST)