Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જૂનાગઢ પોલીસે 'લીવ ઇન રિલેશનશીપ' કેન્સલ કરાવી યુવતિને તેની માતાના હવાલે કરાઇ : ચેતવણીરૂપ કિસ્સો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૭:જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છેઙ્ખએ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

મધુરમ વિસ્તારમાં રહેતા અને પરચુરણ ઘરકામ કરી, ગુજરાન ચલાવતી એક મહિલાએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાના પતિ એક કોલેજમાં નોકરી કરતા હતા અને બે વર્ષ પહેલા મરણ ગયેલ હતા, તેઓને સંતાનમાં બે દીકરીઓ છે, તે પૈકી એક દીકરી અંકિતા (નામ બદલાવેલ છે) એ ત્રણેક વર્ષ પહેલા અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરેલ હતા. જે દીકરી હાલ પોતાના ઘરે આવેલ છે અને હવે પોતાના પતિ પાસે જવા ઇચ્છતી નથી અને લિવ ઇન રિલેશનશિપ કેન્સલ કરવા માંગે છે. પરંતુ, પોતે નિરાધાર હોઈ, બે પુત્રી જ હોઈ, પોતાના ઘરમાં કોઈ પુરુષ સભ્યના હોઈ, સામાવાળા માથાભારે હોઈ, પોતાની દીકરીને દીધેલ વસ્તુ પરત સોપાવવા અને સામાવાળાઓથી પીછો છોડાવવા, સામાવાળા માથાભારે હોઈ, ભવિષ્યમાં પોતાને હેરાન કરવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કચોટ, સ્ટાફના હે.કો. મેહુલભાઈ, પો.કો. કરણસિંહ, ચેતનભાઈ, ગોવિંદભાઇ, અમરાભાઈ, સંજયભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને આખા કુટુંબને રૂબરૂ બોલાવી, યુવતીની તેની સાથે આવવાની ઈચ્છા ના હોઈ, કાયદેસર કાર્યવાહી કરવા દબાણ લાવતા, અરજદારની દીકરીને લિવ ઇન રિલેશનશીપમાંથી મુકત કરવા તથા યુવતીની માતા અરજદાર દ્વારા આપવામાં આવેલ તમામ ચીજ વસ્તુ બીજા દિવસે આવીને પોલીસ રૂબરૂ સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતા અને બીજા દિવસે આવી, મહિલાએ આપેલ સામાન પરત પણ કરી દીધેલ, લિવ ઇન રિલેશનશિપ કેન્સલ કરેલ અને ભવિષ્યમાં કોઈ દિવસ હેરાન નહીં કરવાની ખાર્ત્રીં આપતા, અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને પોતાના સંતાનો ઉપર ધ્યાન આપવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદાર તથા તેની દીકરીને પોલીસનો આવો પોતાના કુટુંબી જેવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના ભયજનક વળાંક ઉપર મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યકત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, દુઃખી થવાના કારણે પોતાને કાંઈ સૂઝતું ના હોઈ, પોતાની જિંદગીથી હાથ ધોવાનો વારો પણ આવેત, એવી લાગણી વ્યકત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યકત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

અરજદાર અસહાય મહિલાની દીકરી અંકિતા ગ્રેજયુએટ થઈને એલએલબીમાં અભ્યાસ કરતી હોય, આજથી ત્રણેક વર્ષ પહેલા ખાનગી વાહનમાં ડ્રાઇવિંગ કરતા યુવક સાથે પ્રેમમાં પડેલ હતી. જે તે વખતે તેને માતાપિતા તથા સમાજના લોકો દ્વારા ખૂબ સમજાવવા છતાં માનેલ નહીં અને પોતે પ્રેમ કરતા યુવક સાથે જ રહેવા માંગતા હોવાની જીદ પકડી, માતાપિતાની ઈચ્છા વિરુદ્ઘ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગેલ હતી. અરજદાર તથા તેના પતિએ હૃદય ઉપર પથ્થર રાખી, આ સંબંધ સ્વીકારેલ હતો. દીકરીના પિતા આઘાત સહન ના થતા, બીમારીમાં પટકાયા અને મરણ ગયેલ હતા. તેમ છતાં, અરજદાર મહિલા દ્વારા પોતાના પતિના પેંશન અને પરચુરણ કામ તથા નાની દીકરીના પગારમાંથી ભરણપોષણ કરતી હતી. ઉપરાંત, દીકરીએ લગ્ન કરેલ તે યુવકની પરિસ્થિતિ સારી ના હોઈ, દર મહિને મહિલા દીકરીને રોકડ રકમ તથા સામાન મોકલી મદદ કરતી હતી. થોડા સમય પોતે શિક્ષિત હોઈ, જયારે ડ્રાઇવિંગ કરતા યુવકના કુટુંબ વાળા અશિક્ષિત હોઈ, બાદમાં યુવતીને વાસ્તવિકતાનું ભાન થયેલ અને યુવક પાસે આજીવિકાનું કોઈ સાધન ના હોઈ, ઉપરાંત, યુવકના કુટુંબીજનો અશિક્ષિત હોવાના કારણે અવારનવાર અંદરો અંદર ઝઘડા કરતા હોવાથી, યુવતી માનસિક થાકી ગયેલ અને પોતાની માતા અરજદારને પોતે ઘરે આવવા માંગતી હોવાનું જણાવી, ઘરે આવી, પોતે ફસાઈ ગયાની વાત જણાવતા, અરજદાર માતા ઘણા દિવસ વિચાર કરી, જૂનાગઢ પોલીસ પાસે મદદ માંગેલ હતી. ડીવાયએસપી જાડેજાએ પણ દીકરી અંકિતાને સમજાવતા, જયારે યુવક સાથે ગયા ત્યારે માતાપિતાની સલાહ માનવી જોઈએ અને માતાપિતા સંતાનના સારા માટે જ છે તેવું સમજાવી,મદદ આપતા, જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરવામાં આવતા, આભારની લાગણી સાથે જૂનાગઢ પોલીસ પોતાના કુટુંબના સભ્યોની માફક પડખે ઉભા રહયાની લાગણી વ્યકત કરેલ હતી.

આજના સાંપ્રત આધુનિક યુગમાં યુવાન છોકરા છોકરી દ્વારા પ્રેમના આવેગમાં આવી, માતાપિતાની ઈચ્છા વિરુદ્ઘ લેવામાં આવતા નિર્ણય ક્ષણિક આનંદ અપાવનારા હોય છે. યુવક યુવતીની ભૂલ છતાં, માતાપિતા પોતાનો સંતાનોને પ્રેમ કરતા જ હોય છે અને માતાપિતા હંમેશા બાળકોનું ભલું જ ઇચ્છતા હોય છે. એવો આ કિસ્સો આજના યુવક યુવતીઓ માટે લાલબત્ત્।ી સમાન કિસ્સો હોઈ, યુવક યુવતીઓ તથા તેના માતાપિતાએ ચેતવાની જરૂરિયાત છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને મદદ કરી, લિવ ઇન રિલેશન શીપ કેન્સલ કરાવી, સામાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

(11:41 am IST)