Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વાહન અકસ્માતમાં ઘવાયેલા ચોટીલાના પાંચવડાના ભુરાભાઇ ખાંભલાનું મોત

દસ દિવસ પહેલા જીવાપર પાસે અજાણી ફોરવ્હીલની ઠોકરે ચડતાં સારવારમાં હતાં

રાજકોટ તા. ૭: દસ દિવસ પહેલા ચોટીલાના જીવાપર નજીક વાહન અકસ્માતમાં ઘાયલ થયેલા ચોટીલાના પાંચવડાના ભુરાભાઇ ઘુઘાભાઇ ખાંભલા (ઉ.વ.૬૦)નું મોત નિપજ્યું છે.

ભુરાભાઇ દસેક દિવસ પહેલા ચાલીને જીવાપર ગામના રોડ પર જઇ રહ્યા હતાં ત્યારે અજાણી ફોરવ્હીલરના ઠોકરે ચડી જતાંગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.

(11:42 am IST)