Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જુનાગઢમાં ધો.૧રની પુરક પરીક્ષા સંપન્ન : અંતિમ દિવસે ૧૪૯માંથી ૪૩ વિદ્યાર્થી ગેરહાજર

આખી પરીક્ષા દરમ્યાન એકપણ કોપી કેસ નોંધાયો નથીઃ ઉપાધ્યાય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૭ : જુનાગઢમાં ધો. ૧રની પુરક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પરીક્ષા દરમ્યાન એકપણ કોપી કેસ વિના સંપન્ન થયેલ છે અને આ કોરોનાની મહામારી વચ્ચે પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થતા શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ વાલીઓએ હાસકારો અનુભવ્યો છે અને અંતિમ દિવસે લેવાયેલ ગુજરાતી અંગ્રેજી ન્યુકોર્સ અંગ્રેજી ઓલ્ડ કોર્ષની પરીક્ષામાં ૧૪૯ વિદ્યાર્થીમાંથી ૧૦૬ હાજર અને ૪૩ ગેરહાજર રહ્યા હતાં.

આ પરીક્ષા સુખરૂપ સંપન્ન થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી  આર.એસ. ઉપાધ્યાયનો આભાર વ્યકત કરી પરીક્ષા દરમ્યાન ગોઠવેલ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

(11:43 am IST)