Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જુનાગઢ સમસ્ત બ્રહ્મયુવા સંગઠન દ્વારા નવરાત્રી દાંડીયા બંધ

૧૧ લાખ અગિયાર હજાર એકસો અગિયાર મંત્રોનું અનુષ્ઠાન તેમજ વિશ્વ કલ્યાણ કોરોના મુકિત માટે મહાયજ્ઞ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : જુનાગઢ ગીનાર દરવાજા પાસે આવેલ ધાર્મિક ફાર્મ હાઉસ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની બેઠક મળી હતી.

જેમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ આશિષ ઉપાધ્યાય તેમજ કમલેશ ભરાડ, મનિષ ત્રિવેદી સહીત સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તા હાજર રહ્યા હતા.

આ મીટીંગમાં ટ્રસ્ટીશ્રીઓ બન્ને સંસ્થાપક શ્રી પ્રમુખ શ્રી બંને મંત્રી શ્રી અને તમામ કારોબારી સભ્યો હાજર રહી અને સર્વ સંમતિથી એક નિર્ણય લીધેલ છે.

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ જુનાગઢ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખૂબજ ભવ્યથી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે.

પરંતુ હાલ કોરોના મહામારીએ પુરા વિશ્વમાં અજગર ભરડો લીધો હોય તેથી સમાજના તમામ વર્ગના હિત માટે જાહેર કાર્યક્રમ કરવાનું મુલત્વી રાખેલ છે. પરંતુ નવરાત્રી એક એવો મહોત્સવ છે કે હિન્દુ સમાજ માટે ખુબજ મહત્વનું ગણાય જેથી સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આ વર્ષે ફકત માતાજીની આરાધના કરવાનું નકકી કરેલ છે અને તે આયોજનની અંદર માં જગદંબીકાનુ કુંભ સ્થાપન નિત્ય અવર્ણ પૂજા અને ૧૧ બ્રાહ્મણ દ્વારા ગાયત્રી મંત્રનું ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ મંત્રોનું અનુષ્ઠાન અને તેનો દશાંશ હોય દ્વારા યજ્ઞનું વિશ્વ કલ્યાણ મહામારી નાશ માટે આયોજન કરેલું છે.

આ મીટીંગ પુર્ણ થયા બાદ બ્રહ્મસમાજના ઘણા સજ્જનો કોરોના મહામારી બીમારીની અંદર દેવલોક પામ્યા છે જેમાં ખાસ કરીને જુનાગઢ બ્રહ્મસમાજનો એક એવો પરિવાર જેમણે જુનાગઢ બ્રહ્મસમાજનો પાયો નાખનાર અને સદાય સજ માટે તત્પર રહેનાર એવા જોષી પરીવાર એ ને ર મોભી ગુમાવ્યા છે. એવા શ્રી પરેશભાઇ જોષી અને જનક ભાઇ જોષી જે જયદેવ જોષીના મોટા બંને ભાઇઓ જોષી પરિવાર વચ્ચેથી દેવલોક પામ્યા છે તેમના શાંતિ અર્થે બે મીનીટનું મૌન પાડી અને જગતના તમામ જેટલા આગેવાનો અને વડીલોને દેવલોક પામ્યા છે એમના શાંતિ માટે ર મીનીટ મૌન પાડેલ હતું.

(11:43 am IST)