Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ઓખાના બાબી પરિવાર દ્વારા હાજીકિરમાણીની દર્ગાએ દોઢ કિલો ચાંદીનો ધુમટ અર્પણ

 ઓખા : દેશના પશ્યિમ કિનારે આવેલ ઓખા બેટ દ્વારીકા ચાર તીર્થસ્થાનો માનુ એક યાત્રા ધામ ગણાય છે. અહી ૮૦ ટકા વસ્તી મુસ્લીમ સમાજના લોકો રહે છે. અહીં દરેક ધર્મના તીર્થ સ્થાનો આવેલા છે. દ્વારકાધીશના મુખ્ય મંદીર સાથે શીખ સમુદાયનુ ગુરૂદ્ઘારે, વિશ્વનુ એક માત્ર પિતા પુત્રનું હનુમાન દાંડી મંદીર તથા મુસ્લીમ સમાજનુ સદીયો પુરાનુ હાજીકીરમાણીની પવિત્ર દર્ગા સાથે અનેક ધાર્મીક સ્થાનો આવેલા છે. કોરોના મહામારીને કારણે બંધ રહેલ વેપાર ધંધા છેલ્લા ૧૫ દિવસથી શરૂ થતા લોકોમાં આનંદ છવાયો છે. અને લોકોએ રાહનો દમ લીધો છે. ઓખાના મુસ્લીમ સમાજના અગ્રણીય ઈબ્રાહીમ અલ્તાફ બાબી દ્વારા હાજીકિરમાણ દર્ગાએ એક કિલો ૫૦૦ ગ્રામ દોઢકિલો ચાંદીનો ધુમટ અર્પણ કરવામાં આવ્યો હતો. અને દેશ અને દુનીયાને આ કોરોના રૂપી મહાસંકટ માંથી મુકત કરવા અલ્લા પાસે બંદગી કરી હતી.

(11:43 am IST)