Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સાળંગપુર હનુમાનજી મંદિરે શનિવારે ડ્રાયફ્રુટ શણગાર-અભિષેક

(હીતેશ રાચ્છ) વાંકાનેર તા. ૭ :.. સાળંગપુર હનુમાનજી મંદિરે શ્રી કષ્ટભંજનદેવને અધિક માસ નિમિતે દાદાને વિશેષ નાડાછડીનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ સવારે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.

અધિક માસ નિમિતે તા. ૧૦ ને શનિવારે દિવ્ય ડ્રાયફ્રુટ શણગાર, ભવ્ય ષોડશોપચાર પૂજન તેમજ ડ્રાયફ્રુટ અભિષેક સાંજે ૬ કલાકે તથા આરતી ૬.૩૦ કલાકે કરવામાં આવશે. દર્શનનો લાભ ઘરે બેઠા ઓનલાઇન સાળંગપુર હનુમાનજી યુ-ટયુબ ચેનલ દ્વારા લેવા અનુરોધ છે.

(11:44 am IST)