Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સૌરાષ્ટ્રના વ્હોરા બિરાદરોએ ચહેલુમ નિમિતે વાએઝ નિહાળી ઇમામ હુસૈનને અંજલી અપી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૭: વિશ્વમાં બેજોડ બલિદાન આપનારા કરબલાના જાંબાઝ વીર હજરત ઇમામ હુસૈન (અ. સ.) ના આજે ૧૩૮૨માં ચહેલુમ નિમિતે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર જસદણ અમરેલી જૂનાગઢ પોરબંદર મોરબી સુરેન્દ્રનગર ગિર સોમનાથ બોટાદ ગોંડલ ધોરાજી જસદણ સહિતના ગામોના હજ્જારોદાઉદી વ્હોરા બિરાદરોએ આજે બુધવારે વહેલી સવારે ચહેલુમ નિમિતે પોતાનાં દ્યરોમાં જ વાએઝ સાંભળી/નિહાળી માતમ સાથે આંસુની અંજલી અર્પણ કરી હતી.

ઇસ્લામી તવારીખ મુજબ હિજરી સન ૬૧માં ઇરાક દેશના કરબલામાં ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મોહંમદ સાહેબ (સ વ અ.)ના દોહીત્ર હજરત ઇમામ હુસૈનએ તે સમયના શાસક યઝીદના ખોટાં કામો સામે અવાજ ઉઠાવી પ્રજા સાથે રહી સત્યની વેદી પર પોતાના ૭ર જેટલાં સાથીદારો સાથે બલિદાન અર્પેલ હતું તેની યાદમાં શહાદતના ૪૦માં દિવસે દર વર્ષે દુનિયાભરમાં લાખો કરોડો મુસ્લિમો ચહેલુમ મનાવે છે ચહેલુમ નિમિતે કરબલાના વિરલાઓની યાદમાં મજલીશ વાએઝ ન્યાઝ યોજાય છે દેશમાં કોરોનાના કહેરને લઈ દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વાચ્ચ ધર્મગુરુ)  ડો. સૈયદના અબુ જાફ્રૂસ સાદિક આલિકદર મુફધ્લ સૈકુદ્દીન સાહેબે પોતાની આઈ ટી એસ એપ મારફત દોઢ કલાકનું ધર્મ પ્રવચન આપેલ હતું તે પ્રવચનનો લાભ દુનિયાની સાથે સૌરાષ્ટ્રના વ્હોરા બિરાદરોએ પણ લીધો હતો

 ખાસ કરીને છોટે કાશી તરીકે જાણીતા જામનગરમાં આ પ્રવચન સૈફી નૂર મોહંમદી હુસામી જેવી મસ્જિદોમાં સોશ્યલ ડિસ્ટરન્સ જાળવી વ્હોરા બિરાદરોએ મોટા સ્ક્રીન પર નિહાળી ધન્યતા અનુભવી હતી

(11:45 am IST)