Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વાકાંનેર : કારમાં દેશી દારૂની હેરફેર કરતા દિનેશ અને સુરેશ ઝડપાયા

દારૂ, કાર, મોબાઇલ સહિત રૂ. ૬૯,૫૦૦નો મુદ્દામાલ જપ્ત

મોરબી,તા. ૭: વાંકાનેર સીટી વિસ્તારમાંથી ડીવાયએસપી ટીમ દ્વારા કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝપડી લઈને મુદામાલ જપ્ત કરાયો છે.

મોરબી જીલ્લામાં પેટા ચુંટણી અન્વયે દારૂની હેરાફેરી રોકવા જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળની ટીમના હરેશભાઈ આગલ, વિક્રમભાઈ ફૂગસીયા, રમેશભાઈ મિયાત્રા, સિદ્ઘરાજસિંહ ઝાલા, રણજીતદાન ગઢવી અને કેતનભાઈ અજાણા સહિતની ટીમ વાંકાનેર સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય દરમિયાન વદ્યાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી કાર જીજે ૦૫ સીકે ૯૫૨૧ ને આંતરી તલાશી લેતા દેશી દારૂ ૪૫૦ લીટર મળી આવતા કારમાં સવાર દિનેશ ઉર્ફે ભૂરો વનાભાઈ મેર અને સુરેશ ઉર્ફે સુનીલ કરશન સારેસા રહે બંને સતાપર વાળાને ઝડપી લઈને દારૂ, કાર અને મોબાઈલ સહીત રૂ ૬૯,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:45 am IST)