Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભાવનગર પંથકમાં દરોડાઃ સવાચાર લાખનું બાયોડીઝલ જપ્ત કરાયુ

ભાવનગર,તા.૭ : ભાવનગર પોલીસે રૂ. ૪.૧૫ લાખની કિંમતનો ગે.કા. બાયો ડિઝલનો જથ્થો ઝડપી બે શખ્સોની ધરપકડ કરી છે.

ભાવનર એલ.સી.બી. પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મહુવા-રાજુલા હાઇવે રોડ માઢીયા ગામ બસ સ્ટેન્ડ નજીક ગોપાલ હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડી બાયો ડીઝલ પંપમાં બાયોડીઝલનાં બદલે અન્ય કેમીકલ યુકત પ્રવાહીનું વેચાણ કરતા સનીભાઇ કમલેશભાઇ મહેતા તથા પંપના માલીક મહેશભાઇ મહેન્દ્રભાઇ જાનીની ધરપકડ કરી રૂ. ૪,૧૫,૪૫૦ની કિંમતની મતા સાથે ગે.કા. બાયો ડિઝલનો ૧૨૫૦ લીટર જથ્થો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા કામગીરીમાં એલ.સી.બી.નાં પી.આઇ. વી.વી. ઓડેદરા, પો.સ.બ. એન.જી. જાડેજાની સૂચનાથી સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જીવણભાઇ આહિર, ઇમ્તીયાઝ પઠાણ, નરેશભાઇ બારૈયા, જયદીપસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.

(11:46 am IST)