Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભાયાવદરના પડવલા ગામની સીમમાં જુગાર રમતા ૫ પકડાયા : ૬.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે

જેન્તીલાલ ઉર્ફે જેનો પટેલ વાડીના મકાનમાં જુગાર રમાડતો'તો : બે શખ્સો છૂ : બે શખ્સો પોલીસની ગતિવિધિ ઉપર નજર રાખવા રખોપુ કરતા'તા...

રાજકોટ તા. ૭ : ભાયાવદરના પડવલા ગામની સીમમાં જુગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૫ શખ્સોને ૬.૬૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો નાસી છૂટયા હતા.

મળતી વિગતો મુજબ ભાયાવદરના પડવલા ગામની સીમમાં જેન્તીલાલ ઉર્ફે જેનો મોહનભાઇ બરોચીયા (પટેલ) તેની વાડીના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ભાયાવદરના પો.કો. રાજેશભાઇ તાવીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક જેન્તીલાલ રે. પડવલા, મેરામણ સામતભાઇ મોઢવાડીયા રે. બસ સ્ટેન્ડની બાજુમાં ભાણવડ, યુનુસ નુરાભાઇ સમા રે. નગરપાલિકાની બાજુમાં ભાણવડ તેમજ વાડીએ પોલીસની ગતિવિધિ ઉપર નજર રાખી રખોપુ કરતા નિરજ મોહનભાઇ રામાનુજ રે. સતવારાના ચોરા પાસે ભાણવડ તથા કાદર હમીરભાઇ નોયડા રે. પડવાલાને ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન મહેશ દરજી રે. ભાણવડ તથા હમીર ડાંગર રે. સેવંત્રા તા. ઉપલેટા નાસી છૂટયા હતા. ભાયાવદર પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૬૦,૬૦૦, મોબાઇલ નં. ૬, બે બાઇક તથા એક કાર મળી કુલ ૬.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)