Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સૌરાષ્ટ્રમાં એક માત્ર પોરબંદરમાં ૨૭૫ વર્ષ પૌરાણિક કેદારેશ્વર મંદિર

સુદામાજી સ્નાન કરવા આવતા તે કેદારકુંડનું અસ્તિત્વ સ્વસ્તિક આકારનું મંદિર : મંદિરની ચારેય દિશામાં દરવાજા

પોરબંદર,તા.૭ : ભારતમાં કેદારેશ્વરનું મૂળ સ્થાન હિમાલય બતાવવા માં આવ્યું છે સૌરાષ્ટ્રમાં એક માત્ર સ્થાન પોરબંદર માં જ છે હાલનંુ કેદારેશ્વર મહાદેવનંુ મંદિર ૨૭૫ વર્ષ પૌરાણિક બંધાયેલ છે. મૂળ હાલ જે સ્થળે કેદારેશ્વર મહાદેવ બિરાજમાન છે તે સ્થળે અસલ જંગલ હતું. સુદામા જી તેમના ભકત હતા. હાલ જે કેદાર કુંડ છે તે વાવ છે અહીં સુદામજી સ્નાન કરવા આવતા અને હાલનું મંદિર સ્વસ્તિક મંદિર છે જે ભાગ્યે જ આવી બાંધણી જોવા મળે દંત કથા એવી છે કે પોરબંદર પૂર્ણ વિકસિત ન હતું ત્યારે સુદમાજી અને કેદારજી મંદિરોમાં સામસામે દર્શન કરી શકતા હતા.

એમ કહેવાય છે કે કેદારજી નુ હાલનુ લિંગ વર્તું નદીમાંથી મળી આવેલ છે આ વર્તું નદી બરડા વિસ્તારમાં શિંગડા ગામ પાસેથી ના પાદર માંથી પસાર થાય છે અસલ આ શિંગડા ગામ ને વિશ્રામ દ્વારકા તરીકે ઓળખ ધરાવે છે અહીં વૈષ્ણવ ધર્મ આચાર્ય રામાનુજ ની આ ગાદી છે અને અહીંયા બ્રાહ્મણ પરિવાર ના બાળકો  કર્મ કાંડ નો અભ્યાસ કરે છે. સંસ્કૃત વિદ્યાપીઠ જે બનારસ  યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે અને અહીંયા અદ્યતન જેતે સમયે અલભ્ય પુસ્તકોની વિશાળ લાયબ્રેરી માં સચવાયેલ છે અને બ્રાહ્મણ પરિવાર ના બાળકો અભ્યાસ કરે છે. જયારે મલેત લોકો વિધર્મીઓ હિન્દુ મંદિરમાં તોડ ફોડ કરતાં તે થી આ હાલના શિવલિંગ ને બચાવવા માલધારી ( રબારી) લોકો પોતાના ખંભે પોતાના ખંભે શિવલિંગ પધરાવી પોરબંદર લાવેલ આ એ હાલ ના સ્થળે જંગલ હતું અને જંગલ ની ખાડ માં છુપાવી દીધેલ અને તે માલધારીઓ પોર નામના રબારી તરીકે ઓળખાના છે તે આજે તે વંશ આજે જીવિત છે અને અને તે વંશ પોર રબારી તરીકે ઓળખાય છે.

કેદારેશ્વર મંદિરના પતાંગળમાં ખાંભીઓ પણ છે તે પૈકી વટ વૃક્ષ નીચે એક નવ યુગલની ખાંભી છે તેની નીચે લેખ પણ છે પરંતુ તે વાચી સકાતો નથી તે ઉકેલવા પ્રયત્નો કર્યા પરંતુ અક્ષર ખવાય ગયા છે. જયારે વટ વૃક્ષમાં અશંવાળી મુદ્રામાં લગભગ દોઢેક ફૂટની ગણપતિજીની થડમાં પ્રતિમા છે અને તેમજ તેજ થડમાં શંખ ચક્ર અને પદ્મશ્રી હરિ વિષ્ણુના પ્રતિક કુદરતી હતાં આજે દર્શન થતાં નથી આ વટ વૃક્ષ અતિ પ્રાચીન છે જોકે આ કેદારેશ્વર મંદિર નો વહીવટ પોરબંદર રાજય નો છે એટલે કે હાલ પોરબંદર મામલતદાર કરે છે અતિ મહત્વની અને નોંધનીય બાબત એ છે કે રાષ્ટ્ર પિતા પૂજય ગાંધીજી બાળપણમાં  સંધ્યા સમયે ચોરી છુપી થી બીડી પીવા અહીં આવતા અને સમય પસાર કરતા આ અંગે  પ્રાથમિક ધોરણ માં ચોરી નામનો પાઠ પણ આવતો આ મંદિરનાં પંટ્ટાગણમાં ૫૫૦ વર્ષ કડવા પારેખની શિખર બંધ મંદિર હયાત ઉભુ છે જે મજબૂત બાંધણી છે જેમની બાજુ  ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે.

જયારે સન્મુખ હનુમાનજી, નીલકંઠ મહાદેવ, વકોલાઈ માતાજીનુ માં મંદિર આવેલ છે જેને પણ અસ્થી ભંગ થયું હોઈ તે તેની માનતા માને છે. તેમજ કડવા પારેખ ની ડેરીની બાજુમાં દોશી કુટુંબના પણ સુરાપુરા જીવા બાપાની પકી બાંધણી ની ડેરી છે. અત્રે ખાસએ ઉલેખનીય છે કે કડવા પારેખ ની ડેરીની બહાર નીચે ના ભાગે મહાકાળી માતાની સ્થાપિત પ્રતિમા બિરાજમાન છે ત્યારે ડાબી બાજુ એ કેદારેશ્વર કુંડ માંથી સ્વંયંભુ મળી આવેલ ગણપતિ દાદાની મૂર્તિ કેદારેશ્વર કુંડ માંથી મળી આવેલ તેને શાસ્ત્રો પ્રમાણે વિધિ કરી સ્થાપિત કરી. અન્ય મંદિર ઓ પણ છે શનિદેવ, ખોડીયારમાં , રામલક્ષમણ જાનકી, અંબાજી, સાઈ બાબા , રાધે ક્રિષ્ના, ગણેશ મંદિર, જલારામ, મામાદેવ , અને ભ્રામાન પરિવાર ની ડેરી સ્થાપિત છે.  કેદારેશ્વર મહાદેવના ચાર દરવાજા છે પૂર્વ, પશ્ચિમ, ઉતર, દક્ષિણ ચારે દરવાજાના મુખો મુખ્ય રાજમાર્ગો ઉપર  છે.

સંકલન : સ્મીત પારેખ પોરબંદર

(12:39 pm IST)