Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સરકાર ભણતરનો ૩૦ ટકા અભ્યાસમાં ઘટાડો તો ફીમાં પુરતો ઘટાડો કેમ નહીં ?

પોરબંદર એનએસયુઆઇએ સરકારના ફી ઘટાડાની જાહેરાતને લોલીપોપ સમાન ગણાવી

પોરબંદર,તા. ૭: રાજ્ય સરકારની ૨૫ % ફી માફીની જાહેરાતને માત્ર લોલીપોપ સમાન ગણાવાને એનએસયુઆઇએ ભણતરનો ૩૦ % અભ્યાસ ઘટાડી શકાય તો પુરતી ફી કેમ નહિ ?? તેવો સવાલ કરેલ છે.

રાજયમાં છેલ્લા ૬ મહિનાથી કોવિડ ચાલી રહ્યું છે, રાજય સરકાર દ્વારા અત્યાર સુધી અનલોક-૫ ની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે.. પરંતુ શાળાઓ-કોલેજો શરુ થશે કે નહિ તે બાબતે હજુ સ્પષ્ટ થયું નહિ છતાં શાળાઓ દ્વારા વાલીઓ પાસે ફી ઉઘરાણા ચાલુ કરી દેવાયા હતા, આ બાબતે વાલીઓ પણ સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો, એનએસયુઆઇ પણ સતત વિરોધ કાર્યક્રમ કરી વાલીઓનો અવાજ સરકાર સુધી પોહચાડતી હતી. હાઇકોર્ટ દ્વારા પણ સરકારને આદેશ કરાયો હતો કે ફી ને લઈને સરકાર વહેલી તકે કોઈ યોગ્ય નિર્ણય લે.

પરંતુ થોડા દિવસ પહેલા સરકારે ૨૫્રુ ફી માફીની જાહેરાત કરી વાલીઓને એક લોલીપોપ આપી છે, જેને લઈને પોરબંદર એનએસયુઆઇ પણ આ નિર્ણયને સરકારની લોલીપોપ જ કહે છે, સરકાર દ્વારા ભણતર મા ૩૦્રુ નો અભ્યાસ ઘટાડવાનો નિર્ણય કર્યો છે ટે આવકાર્ય છે પરંતુ જો અભ્યાસક્રમ ૩૦્રુ ઘટી સકતો હોય ભણતર ની ફી કેમ નહિ? તે પ્રશ્ન એનએસયુઆઇના આગેવાનોએ કરીને ૫૦ ટકા ફી ઘટાડાની માંગણી કરી છે.

(12:41 pm IST)