Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પોરબંદરના નવા વોર્ડ નં. -૧૧ના વિસ્તારો ગંદકીથી ઉભરાય છે : લોકો ત્રાહિમામ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર,તા. ૭: નવા વોર્ડ -૧૧ના વિસ્તારોમાં નિયમીત સફાઇના અભાવે ગંદકી ઉભરાય છે. ગંદા પાણી અને કચરાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

વડપ્રધાને રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ સ્વચ્છ ભારત અભિયાનનુ સૂત્ર ને મહત્વ આપ્યું છે. જાણ જાગૃતિ માટે માહિતી ખાતા ના માધ્યમથી જાહેરાતો પણ થાય છે. નગરપાલિકાઓમાં સ્વચ્છતા અભિયાન માટે સરકારના પરિપત્રો આવે છે. સમય અંતરે જંતુ નાશક દવાઓ મોકલવામાં આવે છે તેમજ આધુનિક સાધનો જંતુ નાશક દવાના પોરબંદર પાલિકાને પર પાડવામાં આવે છે. અને તેમ છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્તો નથી. તેમજ આ સાધનો અને દવાઓ કયાં અદ્રશ્ય થઇ તેની કોઈને ખબર નથી રેકોર્ડ ઉપર બધું વ્યવસ્થિત છે.

પોરબંદર નગરપાલિકા 'ઘર ઘર હર ઘર સૌચાલાય'ની જાહેરાત કરેલ અને ભારતમાં રાષ્ટ્રપતિ માં મહામહિમ રામનાથ કોવીદને સને ૨૦૧૮ના બીજી ઓકટોબરના રોજ ગાંધી જયંતિના દિવસે પોરબંદર આવેલ અને નગરપાલિકામાં જેતે સમયના પદાધિકારી તેમજ અધિકારીએ ખોટી માહિતી પૂરી પાડી કે 'ઘર ઘર હર ઘર શૌચાલય' સંપૂર્ણ સૌ ટકા કામગીરી સફળ થય છે વાસ્તવમાં આજ ની તારીખે આ કામગીરી પૂર્ણ થય નથી.

આ સત્ય જાણે છે  છતાં નગરપાલિકાના જેતે જવાબદારો સામે કેમ પગલાં લીધા નથી?

 નગરપાલિકા રોડ રસ્તા ગટરના મુદ્દે સફાઈના મુદ્દે સંપુણ રીતે નિષ્ફળ ગઇ છે. તેનો આ જીવંત નમૂનો પોરબંદર નગરપાલિકા જૂના વોર્ડ નંબર ૨ અને નવા વોર્ડ નં. ૧૧ આખો ગંદકી થી ઉભરાઈ છે સફાઈ થતી નથી. લોકો ગંદકીના પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે.ઘરમાં પાણી ભરાય જાય છે માટે આ ગટર બુરવાની માંગણી છે.

(12:41 pm IST)