Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભાવનગર-રાજકોટમાં અગાઉ ગુન્હા આચરેલ એમપીની ટોળકીને પિસ્તોલ સાથે ફરી પકડતી જુનાગઢ પોલીસ

જુનાગઢ, તા. ૭ : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ અટકાવવા ક્રામઇ બ્રાન્ચ, જુનાગઢના ઇચા. પોલીસ ઇન્સ.આર.કે. ગોહિલ તથા પો.સ.ઇ. ડી.જી. બડવા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. ત્યારે હકીકત મળેલ કે, સાબલપુર ચોકડીથી ધોરાજી તરફ જતા હાઇ-વે રોડ ઉપર રેલ્વે ફાટક પહેલા રામદેવપીરના આશ્રમ નજીક એક ઇસમ સફેદ કલરનો આખી બાયનું કાળા કલરના પટ્ટાવાળુ ટી-શર્ટ તથા ગ્રે કલરનું નાઇટી પેન્ટ પહેરીને ઉભેલ છે અને તેની પાસે ગે.કા. હથીયાર છે.

હકીકત આધારે સદર જગ્યાએ ઇસમ ઉભેલ હોય જે પોલીસને જોઇ ભાગવા જતા મજકુર ઇસમને પો. સ્ટાફએ પાછળ દોડીને દબોચી લઇ  મુકેશ દુહારે, રામપ્રકાશ મનસુખલાલ દુહારે અનુજાતિ ઉ.વ.ર૧ રહે. ઇસુરી ગામ, થાના નયાગાવ, તા.જી. ભીંડ મધ્યપ્રદેશ વાળાની અંગજડતી કરતા તેના નાઇટી પેન્ના નેફામાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા ફુટેલ કાર્ટીસ તથા એક મોબાઇલ ફોન મળી આવતા તેના વિરૂદ્ધ જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુન્હો રજી. કરાવેલ.

પૂછપરછ કરતા પોતાને આ હથિયાર પોતાના ગામના રહીશ સતીષ જબ્બરસીંગ (મુન્ન) દુહારે આપેલા હોવાનું અને જુનાગઢ પહોંચાડવા જણાવેલ હોય જેથી મજકુર આરોપી મુકેશ દુહારેને સાથે રાખી મધ્યપ્રદેશ ખાતે આરોપી સતીષ સ./ઓ. જબ્બરસીંગ (મુન્નો) દુહારે રહે. ઇસુરીગામ, તા.જી.ભીંડ, મધ્યપ્રદેશ તથા જુનાગઢ એ-ડીવીઝન પો.સ્ટે. આર્મ્સ એકટ ક.રપ(૧)બીએ, ર૯ મુજબના ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપી રાજેશ ગંગાસીંગ રાજાવત પણ ઉપરોકત પકાડયેલ આરોપીના ગામનો જ હોય. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવી હેડ કોન્સ. શબ્બીરખાન બેલીમ, પો.કોન્સ. યશપાલસિંહ જાડેજા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા વિ. પો.સ્ટાફ સાથે ઉપરોકત પકડાયેલ આરોપીને સાથે લઇ મધ્યપ્રદેશ ખાતે જઇ તપાસ કરતા ઉપરોકત બન્ને આરોપી હાજર મળી આવતા હસ્તગત કરી જૂનાગઢ ખાતે લાવેલ.

આરોપી રાજેશ ગંગાસીંગ રાજાવત વિરૂદ્ધ ભાવનગર સી-ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.ફ.રપ/ર૦૧પ ઇ.પી.કો.ક. ૩૯૯, ૪૦ર તથા આર્મ્સ એકટ ક.રપ(૧) બી.એ. બી મુજબ (આંગડીયા પેઢીના કર્મચારીને લૂટ વખતે પિસ્તો-૧, દેશી તમંચો-૧ તથા જીવતા કાર્ટીસ-૧૦ કિ.રૂ.કિ. ૩૧૦૦૦ સાથે પકડાયેલ)

અમદાવાદ ડીસીબી પો.સ્ટે.ગુ.ર.નં. આર્મ્સ એકટ ક.રપ (૧) બી.એ.,બી. (દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિ. રૂ.ર૦૦૦, કારતુસ નંગ-૧ કિ. રૂ.૧પ૦ સાથે પકડાયેલ.

રાજકોટ ડી.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.સે. ૧૧ર-ર૦૧૮ આર્મ્સ એકટ ક.રપ (૧) એ, એ (ગે.કા.લોખંડના દેશી બનાવટના તમંચાઓ નંગ ૭ તથા રીવોલ્વર નંગ-૧ તથા પીસ્ટલ નંગ ૭ તથા નાના મોટા કાર્ટીસ નંગ ૧૬ તથા મોબાઇલ ફોન નંગ - પ તથા થેલી નંગ ૧ તથા થેલા નંગ-ર મળી કુલ રૂ.૧,૧૯,૧૦૦ સાથે પકડાયેલ ગુન્હા દાખલ થયેલ છે.

ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ પો.હેડ. કોન્સ. વી.એન.બડવા, એસ.એ.બેલીમ, વી.કે.ચાવડા, નિકુલ એમ. પટેલ તથા પો. કોન્સ. ભરત સોનારા, દેવશીભાઇ નંદાણીયા, સાહિલ સમા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશ કરગીયા, જીતેશ મારૂ, કરશન કરમટા, દિવ્યેશ ડાભી, ભરત સોલંકી, જયદીપ કનેરીયાનાઓએ સાથ રહિ કામગીરી કરવામાં આવેલ.

(12:43 pm IST)