Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જામનગરના ત્રણ શખ્સો મેંદરડા નજીક કારમાં દારૂ સાથે પકડાયા

જુનાગઢ તા. ૭ :  જામનગરના ત્રણ શખ્સોને પોલીસે મેંદરડા નજીક કારમાં દારૂ સાથે ઝડપી લઇ રૂ. દોઢ લાખની વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

મેંદરડા નજીક ભાતદલ રોડ પર ગઇકાલે સાંજે એએસઆઇ હેરભા વગેરેએ વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ.

આ દરમિયાન આઇ ટવેન્ટી કાર પસાર થતાં તેને રોકી પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ઇગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવી હતી.

આવી પોલીસે કારમાં બેઠેલ જામનગરનાં રામેશ્વરનગરમાં રહેતા પાર્થ ભરતભાઇ રાઠોડ જામનગરના આણંદબાવાનો ઓટલો ગામના ધર્મેશ અરૂણભાઇ રાવલ અને વિરલ મુકુંદભાઇ પુજાણીની ધરપકડ કરી હતી.

પોલીસે આ શખ્સો પાસેથી દારૂ તેમજ કાર મળી રૂ.૧,પ૦,૪૦૦નો મુદામાલ કબ્જે કરીધોરણસરની કાર્યવાહી કરી હતી.

દારૂ સાથે પકડાયેલા ઇસમો દીવ તરફથી આવતા  હોવાની વિગતો જાણવા મળી છે. વિશેષ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એસ.બલદાણીયા ચલાવી રહયા છે.

(12:44 pm IST)