Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જુનાગઢમાં મકાન ખાલી કરી ભાડુ દેવા જતા માતા-પુત્ર પર હુમલો

જુનાગઢ તા. ૭ : જુનાગઢમાં મકાન ખાલી કરી ભાડુ દેવાજતા માતા-પુત્ર પર બે મહિલા સહિત ત્રણ જણાએ હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

જુનાગઢમાં પાઠકનગર ખાતે સોહિલના ઇકબાલશા (ઉ.વ.ર૬) વિશાલ નારણભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતો હતો.

દરમિયાન બે દિવસ અગાઉ યુવાનનું મકાન ખાલી કરી નાંખેલ જેથી ગઇકાલે સોહિલશા તેની માતા સાથે ભાડુ આપવા ગયો હતો.

પરંતુ વિશાલ નારણે અમારૂ મકાન કેમ ખાલી કયુ તેમ કહી વિશાલ તેમજ શારદાબેન વિશાલ અને મધુબેન નારણે ઉશ્કેરાઇ જઇને માતા-પુત્ર પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:44 pm IST)