Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ખોરાશા ગીરની ગૌશાળાને એમ્બ્યુલન્સની ભેટ અપાઇ

જુનાગઢના સામાજીક કાર્યકરના સ્મણાર્થે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : જુનાગઢ ભૂતપૂર્વ સામાજીક કાર્યકર સ્વ. રમાબેન કારીયાના સ્મરણાર્થે તેમની બે પુત્રીઓ આશાબેન નથવાણી (લંડન) તથા તરૂલતાબેન નથવાણી (જામનગર) દ્વારા માળીયા તાલુકાના ખોરાસા ગીર મુકામે લુલી-લંગડી, અપંગ, કેન્સરગ્રસ્ત એડસીડન્ટ થયેલી ગાયોની ગૌશાળાને 'એનીમલ એમ્બ્યુલન્સ' લોકાપર્ણ જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ લલીતભાઇ દોશી તથા સુનિધિ ચેરીટી ફાઉન્ડેશન મુંબઇના પ્રતિનિધી રમેશભાઇ શેઠના હસ્તે 'વર્લ્ડ એનીમલ ડે'ના દિવસે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ગૌશાળાના મુક કાર્યકર  સંજયભાઇ કોરડીયાનું સાલ ઓઢાડી સન્માન કરેલ.

ગૌશાળાને એમ્બ્યુલન્સ ઉપરાંત અન્ય દાતાશ્રીઓના સહકારથી એકવીસ જાતની દવાઓ, રાજદાણ, ખોળ, તાલપત્રી, ધમેલા વિગેરે વસ્તુઓ ઉપરાંત ૬પ.૦૦૦ હજારના ચેકની સહય પણ કર્યાનું લલીતભાઇ દોશીએ જણાવેલ.

એમ્બ્યુલન્સની 'ચાવી' અર્પણ ડો. ભારતીબેન ટોલીયા તેમજ નિશાબેન દોશી દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માળીયા હાટીના (વિરડી) પાંજરાપોળના મંત્રી રાજુભાઇ દોશી, માળીયા સોની સમાજના પ્રમુખ ચેતનભાઇ તેમજ જુનાગઢ અગ્રણીઓ વિનુભાઇ દોશી, કલ્પેશભાઇ ટોળીયા, અશોકભાઇ ટોળીયા, સુરેશભાઇ કામદાર, અભયભાઇ પારેખ, પરાગભાઇ કોઠારી, ડો. અરૂણભાઇ કોઠારી, રાજુભાઇ દોશી તેમજ જયશેભાઇ દોશી અને અશ્વિનભાઇ અવલાણી વિગેરે ઉપસ્થિત રહેલા હતા.

(12:45 pm IST)