Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રૂ.૧ લાખની લાંચ લેતા પકડાયેલ જુનાગઢના ના. મામલતદાર મકવાણા આખરે સસ્પેન્ડ

અદાલતે જેલ હવાલ કરી દીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ :  રૂ.૧ લાખની લાંચ લેતા પકડાયેલ જુનાગઢ  જમીન શાખાના નાયબ મામલતદાર જગીશ જી. મકવાણાને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.

જુનાગઢ કલેકટર કચેરીમાં જમીન શાખાના નાયબ મામલતદાર મકવાણાને વિગેરેમાં કેશોદમાં એક અરજદાર પાસેથી રૂ.૧ લાખની લાંચ સ્વીકારતાં એસીબી દ્વારા  રંગે હાથ પકડી લેવામાં આવેલ.

પરંતુ મકવાણાનો રિપોર્ટ કોરોનો પોઝીટીવ આવતા રિમાન્ડ અને તપાસને અસર પહોંચી હતી. પરંતુ બીજો રીપોર્ટ નેગેટીવ આવતા એસીબી દ્વારા મકવાણાને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી હતી.

પરંતુ અદાલતે રીમાન્ડન માંગણી નામંજુર કરી હતી. તેમને જેલ હવાલે કર્યા હતા.

દરમિયાન આ કેસ અંગે એસીબીએ કલેકટર ડો.સૌરભ પારધીને રિપોર્ટ કરતા નાયબ મામલતદાર જગદીશ મકવાણાને હાલ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

(12:46 pm IST)