Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનએએમ કારાર આધારિત આરોગ્ય કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા

કાળીપટ્ટી, પેનડાઉન પછી માસ સીએલ અને હડતાળ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન એનએચએમ યોજનામાં કરાર આધારિત તમામ વર્ગ તથા કેડરના કાયમી કર્મચારીઓના સંલગ્ન લાભો મળવા તથા નોકરીની સલામતીની માંગ સાથે તા. પ-૧૦-ર૦ ના તમામ કર્મચારીઓએ શરૂ કરી હતી જે પછી બે દિવસ કાળી પટ્ટૃી ધારક બાદ આજથી પેનડાઉન હડતાળ શરૂ કરી તથા ૯-૧૦ના સામુુહિક સી.એલ. આયોજન જાહેર કર્યુ છે.

હાલ કોરોનાં મહામારીમાં સ્ટાફની અછત છે તથા મહિનાઓની વગર રજાએ કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે આખા જિલ્લામાં સામુહિક રીતે કરાર આધારિતની લડતની દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તો નવાઇ નહીં.

(12:54 pm IST)