Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

દેવભૂમિ જીલ્લામાં કોરોના તળિયે! માત્ર ૪ જ કેસઃ બે કન્ટેન્ટમેન્ટ ઝોન

ખંભાળીયા તા. ૭ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહીનાઓ પછી કોરોના મહામારીના કેસમાં ઘટાડાનો રેકોર્ડ થયો છે. ગઇકાલે સમગ્ર જિલ્લામાં માત્ર ચાર જ કેસ નોંધાયા છે. જે મહીનાઓ પછી પહેલી વખત આટલા ઓછા નોંધાયા છે. ખંભાળીયામાં બે, ભાણવડમાં એક તથા દ્વારકામાં એક જયારે કલ્યાણપુરમાં એકપણ કેસના નોંધાતા સમગ્ર જિલ્લામાં ચાર કેસ નોંધાયા છે. જેમાં ખંભાળીયામાં કોઠા વિસોત્રી વાડી વિસ્તાર, ગાયત્રીનગર વિસ્તાર તથા ભાણવડ શહેરમાં તથા ઓખામાં નવી નગરી વિસ્તારમાં કેસ નોંધાયા છે.

માત્ર બે નવા કન્ટેટમેન્ટ ઝોન

ગઇકાલે દેવભૂમિ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને કન્ટેટમેન્ટ  ઝોન જાહેર કરાયા તેમાં પણ મહીનાઓનો રેકોર્ડ થયો છે. માત્ર બે જ વિસ્તારને કન્ટેટમેન્ટ ઝોન કરાયા. જેમાં ખંભાળીયામાં કઠીયાવાડમાં પ્રભુદાસ નાનજી દત્તાણીનું ઘર તથા ભાણવડમાં ડો. લાલજીભાઇ ભાલાળાનું ઘર છે.

ખાનગી લેબમાં ચેકીંગ પછી હોમ આઇસોલેશન વધ્યા

સરકારી ટેસ્ટીંગમાં નેગેટીવ નીકળતા વ્યકિતઓનો ઇમેજીંગ ટેસ્ટમાં રપ માંથી ૧૦/૧પ આવતા હોય ખાનગી તબીબો કોરોનાનું જણાવતા હોય આવી વ્યકિતઓને સરકારી હોસ્પિટલમાં દાખલ ન કરાતા હોય સમજુ વ્યકિતઓ જાતે જ ખાનગી તબીબની ટ્રીટમેન્ટ શરૂ કરીને હોમ આઇસોલેશન થવા લાગ્યા છે. આ મોટો આંકડો દ્વારકા જિલ્લામાં ગણાય છે.

(12:55 pm IST)