Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરનું ગૌરવ ડો.સુશાંત સુદ'ચરક એવોર્ડ' વર્ષ-૨૦૨૦ થી સન્માનિત

જામનગર, તા.૭: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના અગદતંત્ર વિભાગના ઇન્ચાર્જ વિભાગાધ્યક્ષ અને રીડર ડો.સુશાંત સુદ છેલ્લા ૯ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગુણવત્તા સભર શિક્ષણ ઉપરાંત તેઓ વિદ્યાર્થીને સારી કેળવણી મળે તે માટે વિવિધ પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલ છે. એટલું જ નહિ પરંતુ આયુર્વેદ ક્ષેત્રના અનુસંધાન કાર્ય પણ ઘણા વર્ષોથી નિરંતર કાર્ય કરે છે. તેમના કાર્ય થકી તેઓશ્રી ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ખ્યાતિ ધરાવે છે.

ડો.સુશાંત સુદની આયુર્વેદિક શિક્ષણ માટેની ઉત્ત્।મ કામગીરીને તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં કાર્યને ધ્યાનમાં લઇ એસોસીએશન ઓફ આયુર્વેદીક પ્રોફેશન ઓફ નોર્થ અમેરિકા INC(AAPNA), યુ.એસ.એ. દ્વારા વર્ષ-૨૦૨૦ માટેનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે આયુર્વેદ શિક્ષણમાં 'ચરક એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવેલ છે. જે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવા બદલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિઢી જામનગર તથા શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય ગૌરવની લાગણી અનુભવે છે તથા ડો.સુશાંત સુદને યુનિવર્સિટી પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

(3:09 pm IST)