Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કલ્યાણપુરના રાવલ ગામે ક્રિકેટનો સટ્ટો રમાડતા બે પકડાયાઃ રેન્જની ટીમનો દરોડો

સટ્ટો રમાડતા પકડાયેલ બંન્ને શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૭: દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રેન્જની ટીમે દરોડો પાડી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી લીધા હતા.

કલ્યાણપુરના રાવલ ગામે આઇ.પી.એલ.ના મેચો ઉપર મોબાઇલ ફોનમાં આઇ.ડી. મારફતે સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ રેન્જના સાયબર સેલના પી.આઇ. આર. એ. ડોડીયા તથા સ્ટાફે રેઇડ કરી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા રાજુ ભીખાભાઇ મકવાણા રે. ડાડાફળી રાવલગામ તથા આનંદ ઇબ્રાહીમભાઇ પુંજાણી રે. ખોજા ખાના પાસે રાવલ ગામને મોબાઇલ ફોન નંગ-ર તથા રોકડા રૂ.. ૩૪૦૦ મળી કુલ ૧૩૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે મનીષ વારોતરીયાનું નામ ખુલતા ત્રણેય સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.

આ કાર્યવાહીમાં રેન્જની ટીમના સંદીપસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી તથા મીતેશભાઇ પટેલ રોકાયા હતા.

(3:56 pm IST)