Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

અમરેલીના વડિયાના નાજાપુર ગામમાં વરસાદી ઝાપટું : ખેડૂતોની ચિંતા વધી

અચાનક વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના નાજાપુર ગામે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગામમાં અચાનક વરસાદી ઝાપટું વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલીમાં બપોરે ભારે ગરમીનો અનુભવ થાય છે. જયારે સાંજ પડતા જ આકાશ વરસાદી વાદળોથી છવાઇ જાય છે. વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે

(8:28 pm IST)