Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલમાંથી નાશી છૂટેલ કોરોના પોઝિટિવ કેદી જામનગરથી પકડાયો

હત્યા પ્રયાસ અને લૂંટ તથા કાવતરૂ સહિતના ગુનામાં આરોપી સબ જેલમાં હતો : કોરોના થતા હોસ્પિટલ ખસેડાયો : હોસ્પિટલની બારીના સળિયા તોડી નાસેલ : સીટી બી-ડીવીઝન પોલીસે પકડી પાડયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૯ : જામનગર સીટી બી ડીવીજન પોલીસે ગઈ કાલે રાત્રે પુનીતનગર વિસ્તારમાંથી એક કેદીને પકડી પાડ્યો છે. સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના થતા હોસ્પિટલ દાખલ કરાયેલ કેદીએ મોકો મળતા નાશી જામનગર આવી ગયો હતો. પોલીસે આરોપીને પકડી પાડી પરત જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં સીટી બી ડીવીજન પોલીસે પુનીતનગરમાં મહેન્દ્રસિંહ સોઢાની દુકાનની બાજુમાંથી અર્જુનસિંહ શિવુભા જાડેજા ઉવ ૨૯ નામના સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સની સામે વર્ષ ૨૦૧૭માં સુરેન્દ્રનગર વઢવાણ પોલીસ દફતરમાં હત્યા , હત્યા પ્રયાસ અને લુંટ તેમજ કાવતરૂ સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો હતો સ્થાનિક પોલીસે જે તે સમએ આરોપી સામે કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો.

સુરેન્દ્રનગર સબ જેલ વાસમાં રહેલા અર્જુનસિંહને તાજેતરમાં કોરોના થઇ જતા તેઓને સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કોવીડ ૧૯ સેન્ટરમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન આ સખ્સે વોર્ડનો બારીના સળિયા તોડી નાશી ગયો હતો. આ આરોપી જામનગર પોતાના ઘરે આવ્યો હોવાની જાણ થતા જામનગર પોલીસે દબોચી લઇ સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી છે.

(10:03 am IST)