Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ગોંડલ યાર્ડમાં અધધ...૭પ૦૦૦ ગુણી મગફળીની આવક

ગોંડલઃ મગફળીની સિઝન શરૂ થતાં સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતાં માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં નવી મગફળીની આવક ૭પ૦૦૦ ગુણી થવા પામી છે. મગફળીની અધધધ આવકનાં પગલે યાર્ડ દ્વારા હાલ તુરંત આવક બંધ કરાઇ છે. મગફળીનો ર૦ કિલોનો ભાવ ૬૦૦ થી ૧૦૧પ સુધીનો છે. આગામી સમયમાં જે વધી શકે છે. (તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

(11:18 am IST)