Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ધ્રાંગધ્રામાં કેબલ કનેકશનના મુદ્દે જિલ્લા ભાજપના ઉપપ્રમુખના પતિ ઉપર હૂમલો

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૯: સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો-વ્યવસ્થા દિન-પ્રતિદીન કથળી રહી છે ત્યારે સામાન્ય વાતને લઈને અવાર નવાર નિર્દોષ લોકો પર હુમલાના બનાવો બનતા રહે છે. ધ્રાંગધ્રા ખાતે કેબલ કનેકશનના મુદ્દે ભાજપના ઉપપ્રમુખના પતિ ઉપર હિચકારો હુમલો થવાની ઘટના બની છે ઘાયલ અવસ્થામાં ભાજપ ઉપપ્રમુખના પતિને સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક અસરે ખસેડવામાં આવ્યો છે

જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કલ્પનાબેન રાવલ ના પતિ ભાવેશભાઈ રાવલ પર સેટપ બોકસની બાબતે લઈ ધાંગધ્રાના ગેલાભાઈ ખોડાભાઈ દ્વારા ફોન કરી અને મારું સેટઅપ બોકસ તો શા માટે લઈ ગયો કઈ અને જેમતેમ એલફેલ બોલી અને ગાળો આપવામાં આવેલ હતી આથી ભાવેશભાઈ ગેલાભાઈ મેવાડાના ઘરે સેટપ બોકસ હોઇ હવે કનેકશન આપવાનું થતું નથી તેમ કહેતા ગેલાભાઈ એ તમે મારું સેટઅપ બોકસ બગાડી દીધું કઈ ભાવેશભાઈ સાથે બોલાચાલી કરી વજનદાર વસ્તુ માથામાં મારતા માથામાં ઇજા પહોંચતા આ બનાવ અંગે ભાવેશભાઈ રાવલ ધાંગધ્રા પોલીસમાં ગેલાભાઈ સામે માર મારવાની અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:31 am IST)