Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા ૩ કેસ

૩ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૯ : જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા ૩ કેસ આવ્યા છે. જ્યારે સારવાર લઇ રહેલ કોરોનાના ૩ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

કોરોનાના શંકાસ્પદ ૪૮૫ કેસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૩ કેસ પોઝિટિવ અમરદળ, ખાપટ અને શહેરના કમલાબાગ વિસ્તારમાંથી આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ૧૫ દર્દી તેમજ કોવિદ કેર સેન્ટરમાં ૩ દર્દી છે. હોમ આઇસોલેશનમાં ૪ દર્દીઓ છે.

(12:43 pm IST)