Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

મધ્યપ્રદેશમાં સગા મોટાબાપની હત્યા કરી સાત મહિનાથી રાજુલા આવી ગયેલા બે શખ્સો પકડાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૯:મધ્યપ્રદેશ રાજયનાં ઘાર જીલ્લાનાં અમજેરા પોલીસ સ્ટેશનના ગુન્હામાં સંડોવાયેલ બન્ને ઇસમો રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં રૂખડ ભગતની વાવડી ગામના બસ સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાંઉભા હોય જેઓના નામઠામ તેમજ અન્ય પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતાહોય, જેથી બંન્ને ઇસમોને હસ્તગત કરી એસ.ઓ.જી. કચેરી-અમરેલી ખાતે લાવી પુછપરછ કરતા બન્ને ઈસમો ભાંગી પડેલ અને પોતાનાં પિતાએ મળી સાતેક માસ પહેલા ગુન્હાને અંજામ આપેલ છે અને હાલ તેનાં પિતા આ ગુન્હાનાં કામે જેલમાં છે અને મજકુર બન્ને ઈસમો પોલીસની બીકનાં કારણે અહી અમરેલી જીલ્લા તરફ મજુરી કામ કરવા માટે આવતા રહેલ અને પોતાના જ મોટા બાપુની હત્યા કર્યા અંગેની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.

સાતેક માસ પહેલા મજકુર પકડાયેલ બન્ને ઈસમો પોતાનાં વતનમાં કબાડકુવા, અમજેરા, જી.ઘાર, મધ્યપ્રદેશમાં હતા અને તે સમયગાળા દરમિયાન પોતાના મોટા બાપુ રાજારામ સાથે પોતાને તેમજ પોતાના પિતાને જમીન બાબતે અવાર-નવાર બોલાચાલી થતી હોય તે બાબતનું મનદુૅંખ રાખી પોતાના મોટાબાપુ રસ્તામાં મળતા મજકુર પકડાયેલ બન્ને ઈસમો તથા તેનાં પિતા સીતારામ એમ ત્રણેયએ મળીને લાકડીના ઘા મારી ઈજાઓ કરી મોત નિપજાવી ત્યાંથી પોલીસનાં ડરનાં કારણે ભાગી ગયેલ અને ગુજરાતમાં આવી અલગ-અલગ જગ્યાએ રહી છુટક મજુરી કામ કરતા હોવાની હકિકત પુછપરછ દરમિયાન કબુલાત કરેલ છે. જે અનુસંદ્યાને કબાડકુવા, અમજેરા, જી.દ્યાર, રાજય મધ્યપ્રદેશ સંપર્ક કરી ઝીણવટભરી રીતે તપાસ કરતા મજકુર વિરૂધ્ધ મધ્યપ્રદેશ રાજયનાં ધાર જીલ્લાનાં અમજેરા પો.સ્ટે,માં ગુન્હા નં.-૦૧૦૫/૨૦૨૦, આઇપીસી કલમ-૩૪૧, ૨૯૪, ૩૦૨, ૩૨૩, ૫૦૬, ૩૪ મુજબ ગુન્હો રજીસ્ટર છે.

પકડાયેલ આરોપીઓ(૧)મહેશ સીતારામ અજનાર ઉ.વ.-૨૩ (૨)મનિષ સીતારામ અજનાર ઉવ.-૧૯ ધંધો-મજુરી, રહે. બન્ને કબાડકુવાને એમ.પી. પોલીસ હવાલે કરેલ છે.

(12:52 pm IST)