Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ધારી બગસરા વિધાનસભા પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેનીબેન ઠુમ્મર નિશ્ચિત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૯:  ધારી બગસરાની વિધાસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસના વફાદાર પરિવારમાંથી આવતા અને શકિતશાળી મહિલા જેનીબેન ઠુમમર એકદમ ફાઇનલ મનાઈ છે અને તે જીતી પણ જય તેવી વ્યાપક ચર્ચા પણ થવા લગી છે.

આવનારી ધારી બગસરા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ હવે થાપ કે ગફલતમાં ન રહે તેની પૂરેપૂરી તકેદારી રાખી કોંગ્રેસ પક્ષમાં મહોડી ઓ સિનિયર વફાદાર વ્યકિતની પસંદગી કરેતો સો ટાકા કોંગ્રેસ પક્ષ લક્ષી પરિણામ આવે તેમ છે તેવું ધારી બગસરા વિધાનસભા વિસ્તારના મતદારીમાંથી સાંભળવા મળેલ હતું.

ધારી બગસરા વિધાનસભા ની પેટ ચૂંટણીમાં જેનીબેન ઠુમમરની ધારી બગસરા વિસ્તારમાં લોક ચાહના ધરાવે છે કારણ કે અમરેલીજિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જિલ્લા બહારમાં જબરી કામગીરી કરેલ છે તેમજ જેનીબેન ના પિતા વિરજીભાઈ ઠુમ્મર પણ સાંસદ તરીકે રહી જિલ્લા બહાર માં નોંધ પાત્ર કામગીરી કરવાથી તેપણ તેમના પપ્પાનો બેની ફિટની લાભ પણ મળી શકે તેમ છે.

એટલે ધારી બગસરાની જનતા કોંગ્રેસને જીતાડવા ભારે ઉત્સાહમાં છે એટલે કોંગ્રેસ પક્ષ ટીકીટ ફાળવણીમાં જરીકે ય ભૂલ ન કરે ધારી બગસરા વિસ્તારની જનતાની માગ મુજબ અને કોંગ્રેસ પક્ષના વફાદાર સિનિયર કાર્યશીલ અને શકિતશાળી મહિલા જેનીબેન ઠુમ્મર ને કોંગ્રેસે ટીકીટ આપીદેવી જોઈએ. તેવી લાગણી પ્રવર્તે છે.

(12:52 pm IST)