Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કચ્છ કોંગ્રેસના બે જિલ્લા પંચાયત સભ્યોએ કર્યા કેસરિયા- અબડાસા પેટા ચુંટણી દરમ્યાન કોંગ્રેસને મોટો ઝાટકો : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પશ્ચિમ કચ્છના બે મોટા ગજાના કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા

(ભુજ) રાજ્યની ૮ વિધાનસભા બેઠકો ઉપર થઈ રહેલી પેટા ચુંટણી દરમ્યાન કચ્છ જિલ્લાની અબડાસા બેઠક ઉપર રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. 

     આજે રાજ્યના વરીસ્ઠ મંત્રી અને અબડાસા બેઠકના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પશ્ચિમ કચ્છના બે મોટા ગજાના કોંગ્રેસી આગેવાનોએ કેસરિયા કર્યા હતા. 

       જિલ્લા પંચાયતના બે સદ્સ્યો હઠુભા જાડેજા અને ખમાબા જાડેજાએ કોંગ્રેસ છોડી ભાજપનો હાથ પકડ્યો હતો. અબડાસા બેઠક માટે યોજાયેલા ભાજપના કાર્યકર સંમેલનમાં ભાજપે કોંગ્રેસને વધુ એક ફટકો મારી રાજકીય ગરમી આણી હતી. હઠુભા સોઢા લખપત તાલુકામાં અને ખમાબા જાડેજા નખત્રાણા તાલુકામાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે. 

      આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ વતી અબડાસા બેઠક ઉપર કોંગ્રેસ છોડીને આવેલા પ્રધ્યુમનસિંહ જાડેજા નિશ્ચિત ઉમેદવાર છે.

(6:13 pm IST)