Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગાંડા બાવળની ૩ વર્ષથી સફાઇ નહીં થતા અને ગેઇટ ન હોવાથી હળવદ -ધ્રાંગધ્રા નર્મદા કેનાલ -ડી-૧૯માં પાણી જ નથી આવતું !

વઢવાણ,તા. ૯: ધ્રાંગધ્રા હળવદ બ્રાન્ચ ડી ૧૯ની નર્મદા કેનાલ ઘણા સમયથી ગાંડા બાવળ હોવાથી છેલ્લા ૩ વર્ષથી સાફ સફાઇ તે વૃક્ષો કાઢવામાં આવતા નથી જેના કારણે ડિસ્ટ્રીબ્યુટર માટીના થરની જાડાઇ વધારે જાડા થઇ પાણી ઉંચાઇથી પણ વધુ છે. જેના કારણે બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરમાં પાણી આવી શકતું નથી  ધ્રાંગધ્રા બાંચની નર્મદા કેનાલમાં ગેઇડ મુકવામાં આવેલ નથી તેથી  ધ્રાંગધ્રાની કેનાલ પાણીનુ લેવલ વધતુ નથી નદી ૧૯માં પાણી આવતુ નથી. જે મામલે ભારત કિસાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ રાણા નર્મદા સૌરાષ્ટ્ર શાખાના કાર્યપાલક ઇજનેરને રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે હાલ ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે આ ડી ૧૯માં પાણીનું વહન થાય તો હળવદ તાલુકાના મિયાણી, મયાપુર, અમરાપર, રાયસંગપુર, રાધનપુર, રણજીતગઢ સહિતના ગામના ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે ત્યારે  ધ્રાંગધ્રા કેનાલમાં મુકવા માટે ડી ૧૯ નર્મદા કેનાલ સાફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

(11:28 am IST)