Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જૂનાગઢ સકકરબાગથી માર્કેટીંગ યાર્ડ થી ડો.આંબેડકર ચોક, દોલતપરા સુધીના રોડને સી.સી.રોડથી મઢવાનું તેમજ સ્ટ્રીટ લાઇટનું કામ મંજુર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૯ : મહાનગરપાલીકા, જૂનાગઢના શાસકપક્ષના નેતા નટુભાઇ પટોડીયા તેમજ વોર્ડનં.૧ ના કોર્પોરેટર અશોકભાઇ ચાવડા, કોર્પોરેટર લાભુબેન મોકરીયા, કોર્પો. શોભનાબેન પીઠીયાની એક યાદી મુજબ જૂનાગઢ મનપાના વોર્ડનં.૧ના સકકરબાગથી માર્કેટીંગ યાર્ડથી ડો.આંબેડકર ચોક, દોલતપરા સુધીના રોડનો વર્ષો જૂના પ્રાણ પ્રશ્ન સમાન વણ ઉકેલ્યા રોડના પ્રશ્નનો સુખદ નિરાકરણ આવેલ છે.

વોર્ડનં.૧ના માર્કેટીંગ યાર્ડના વેપારીઓ તેમજ તે વિસ્તારના રહેવાશીઓ આ રોડ બનવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે રોડ મંજુર કરવામાં આવેલ છે. તેમા સ્થાયી સમિતિ તથા ભારતીય જનતા પાર્ટી તેમજ મનપા જૂનાગઢના અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ. આ રોડની અંદાજીત ખર્ચની રકમ રૂ.૪,૬૩,૩૨,૦૦૦ રકમ મંજુર કરેલ. વોર્ડનં.૧ દોલતપરામાં પ્રથમવાર આ રોડને ફોરટ્રેક સી.સી.રોડથી મઢીને વચ્ચે ડીવાઇડર તથા લાઇટો સાથેની ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ટુંક સમયગાળામાં જ નવા રોડનુ નજરાણું વોર્ડનં.૧ની જનતાને મળશે.

(11:36 am IST)