Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મોરબી અને જામનગર જીલ્લામાંથી ચાર બાઇકની ચોરી કરનાર ઝડપાયો

મોરબી,તા. ૯: મોરબી અને જામનગર જીલ્લામાંથી બે વર્ષમાં ચાર બાઈક ચોરી કરનાર ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને ચોરીના ચાર મોટરસાયકલ રીકવર કર્યા છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય જેમાં અગાઉ મોટરસાયકલ ચોરીમાં ઝડપાયેલ જીતેન્દ્ર ઉર્ફે જીતું ગોવિંદ પરમાર રહે જોડિયા જામનગર વાળો શખ્શ હાલ મોરબી વિસ્તારમાં મોટરસાયકલ ચોરી કરવા આવેલ હોય જે બાતમીને પગલે વોચ ગોઠવીને આરોપીને મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધો હતો ઝડપાયેલ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું ઉર્ફે લંગડી ગોવિંદ પરમાર વિશે ઈ ગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા આરોપીએ મોરબી, રાજકોટ, ધ્રોલ અને જામનગર ખાતે વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું અને મોટરસાયકલ જીજે ૦૩ સીએચ ૧૭૪૫ ઉમિયા સર્કલ પાસેથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી આરોપીની સદ્યન પૂછપરછ કરતા આરોપીએ કુલ ૪ મોટરસાયકલ ચોરીની કબુલાત આપી હતી જે ચાર મોટરસાયકલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:37 am IST)