Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોડીનારમાં ૧૪ વર્ષીય સગીરા પર પાશવી દુષ્કર્મ

ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં મહિલા સલામત નથી : દાદીની ફરિયાદ ઉપર નાની, મામા સહિત ત્રણ જણની પોલીસે ધરપકડ કરી : મુખ્ય આરોપી પલાયન થઇ ગયો

કોડિનાર, તા. ૧૩ : દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી અને દીકરીઓ પર દિવસે અને દિવસે અત્યાચારો વધતા જાય છે ત્યારે ગુજરાતમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી. છાસવારે બળાત્કારની ઘટનાઓ રાજ્યમાં સામે આવી રહી છે. હવે હદ તો એ થઇ છે કે, કિશોરીઓ આ ઘટનાઓથી એટલી હદે ડરી ગઇ છે કે, સરકાર પાસે હથિયાર રાખવા માટે લાઇસન્સની માંગણી કરી રહી છે. ત્યાં જ ગીર સોમનાથમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે ૩ આરોપીઓની અટકાયત કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ દુષ્કર્મની ઘટનામાં સગીરાના નાની અને મામાની પણ અટકાયત કરવામાં આવી છે. જોકે મુખ્ય આરોપી હજૂ પણ ફરાર છે. આ મામલે પીડિતાના દાદીએ ફરિયાદ કરતા પોલીસે આ લોકોની અટકાયત કરી છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથના કોડિનારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ૧૪ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસે ૩ આરોપીની અટકાયત કરી છે. જેમા પીડિતાના નાની, મામા, અને લીલી નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. ત્યાં જ મુખ્ય આરોપી પ્રવીણ ઝાલા હજુ પણ ફરાર છે.

   ૧૪ વર્ષની પીડિતા પર બળાત્કારની ઘટનામાં દાદાએ ફરિયાદ કરતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. અને પીડિતાના નાની તેમજ મામાની ભૂમિકા પણ આ બનાવમાં હોવાથી પોલીસે તાબડતોડ તેમની ધરપકડ કરી લીધી છે.

(9:23 pm IST)