Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ચોરાઉ બાઇક સાથે જસદણ પંથકના બે શખ્સોને રૂરલ એસઓજીએ ઝડપી લીધા

બાંટવામાંથી બાઇક ચોરી કરી ફેરવતા બાખલવડના અશોક પલાળીયા તથા જીગ્નેશ ડાભીની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે.

જસદણ, તા. ૧૪ : જુનાગઢ જીલ્લાના બાંટવામાંથી બાઇક ચોરી કરી ફેરવતા જસદણ પંથકના બે શખ્સોને રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધા હતાં.

જીલ્લામાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. એ.આર. ગોહિલ તથા સ્ટાફ જસદણ પંથકમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે શંકાસ્પદ બાઇક લઇને નીકળેલ અશોક જીવણભાઇ પલાળીયા તથા જીગ્નેશ વિઠ્ઠલભાઇ ડાભી રે. બંને બાખલવડ ગામ તા. જસદણન રોકી બાઇકના કાગળો માંગતા ન હોવાનું જણાવતા એસઓજીના સ્ટાફે બાઇકના એન્જીન ચેસીસ નંબર ઉપરથી પોકેટકોપ તથા ઓ ગુજકોપમાં ખરાઇ કરતા આ બાઇકના નંબર જીજે૧૧-એલએલ ૮પ૬૦ હોવાનું  બાંટવા પોલીસ મથકમાંથી ચોરાયું હોવાનું ખુલતા બંન્નેની અટક કરી જસદણ પોલીસને સોપાયા હતાં અને આ અંગે બાંટવા પોલીસને જાણ કરાઇ હતી.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના હેડ કો. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેશભાઇ અગ્રાવત તથા પો.કો. રણજીતભાઇ ધાંધલ તથા ડ્રા. પો.કો. દિલીપસિંહ જાડેજા રોકાયા હતાં.

(12:36 pm IST)