Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પોણો ઇંચ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અડધો ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૬ તાલુકામાં ઝાપટા

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંજના સમયે મેઘાવી માહોલ વચ્ચે કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસાદ વરસી જાય છે. આજે પણ બપોરે ૨થી ૪ દરમિયાન  ઝાપટાંથી લઇને પોણો ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

            દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૬ તાલુકામાં ઝાપટા પડ્યા છે. સાંજે ૪:૩૦ વાગ્યા આસપાસ રાજકોટમાં ધીમીધારે ઝાપટા રૂપે વરસાદ પડ્યો હતો. 

         અમરેલી જિલ્લાના સાવરકુંડલા , કચ્છના ભુજ અને લખપત તથા જામનગર જિલ્લાના ધ્રોલ અને લાલપુર તેમજ રાજકોટ જિલ્લાના પડધરીમાં ઝાપટા વરસ્યા છે.

(4:32 pm IST)