Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જામનગરમાં રામ નવમી નિમિત્તે હિન્દુ ઉત્સત્વ સમિતિ મહાદેવ હર મિત્ર મંડળ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક રામ સવારી નીકળી

શહેરના વિવિધ ધાર્મિક, સામાજિક ઉપરાંત વિવિધ જ્ઞાતિના મંડળો દ્વારા ભગવાન શ્રીરામની ઝાંખી સાથેના ફ્લોટ્સ સાથે જોડાયા: વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતેથી રામ સવારી 43 માં વર્ષે નિકળતી રામ સવારીને નિહાળવા રસ્તામાં રામ ભક્તો પણ ઉમટી પડ્યા

જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં રામ નવમી નિમિત્તે હિન્દુ ઉત્સત્વ સમિતિ મહાદેવ હર મિત્ર મંડળ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક રામ સવારી નીકળી હતી. આ રામ સવારી દરમિયાન જામનગર શહેરના વિવિધ ધાર્મિક, સામાજિક ઉપરાંત વિવિધ જ્ઞાતિના મંડળો દ્વારા ભગવાન શ્રીરામની ઝાંખી સાથેના ફ્લોટ્સ સાથે જોડાયા હતા.  

 

     જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતેથી રામ સવારી 43 માં વર્ષે નિકળતી રામ સવારીને નિહાળવા રસ્તામાં રામ ભક્તો પણ ઉમટી પડ્યા હતા. આ રામ સવારીમાં ખાસ મંકી મેન અને હનુમાનજી ના કેદાર માં કલાકારો બાળકો યુવાનો અને બહેનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(7:54 pm IST)