Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કેશોદ બન્‍યું રામમય : ભવ્‍ય શોભાયાત્રામાં વિવિધ ઝાંખી સાથે ભકતોનુ ઘોડાપુર ઉભરાયુ

પોતાના વેપાર ધંધા સ્‍વયંભૂ બંધ પાળી જય શ્રી રામ ના ગગન ભેદી નાદ સાથે વિશાળ સંખ્‍યામાં લોકો શોભાયાત્રામાં જોડાતા આ નગરયાત્રા આશરે ૧ કી.મી જેવી લાંબી જોવા મળી : રામ મંદિરમાં ઘંટારાવ રણકી ઉઠ્‍યા : ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ ભવ્‍ય ઉજવણી

કેશોદ, તા. ૧૮:  કેશોદ શહેરમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્‍ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ. રામનવમી દરમિયાન કેશોદ શહેરમા છેલ્લા ત્રણ વર્ષથી નીકળતી આ શોભાયાત્રા સૌરાષ્‍ટ્રની સૌથી મોટી હોવાનું મનાઈ રહેલ છે. શહેરના માંગરોળ રોડ પરથી       રામલલ્લાની આરતી ઉતારી જય શ્રી રામ ના નાદ્‌ સાથે શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જે શહેરના મુખ્‍ય માર્ગ ઉપર ફરેલ. કેશોદ ની વિવિધ સંસ્‍થાઓ અને જ્ઞાતિ સમાજ દ્વારા વાહનોમાં તૈયાર કરવામાં આવેલ વિવિધ ઝાંખી ઓ આકર્ષણનું કેન્‍દ્ર બનેલ. બપોર બાદ પોતાના કામ ધંધા બંધ પાળી વિશાળ સંખ્‍યામાં શહેરીજનો શોભાયાત્રામાં જોડાતા આ શોભાયાત્રા લગભગ એકાદ કિલોમીટર જેટલી લાંબી    જોવા મળેલ હતી.

શોભાયાત્રા ના રૂટ પરવિヘ હિન્‍દુ પરિષદ, બજરંગદળ વિવિધ સામાજિક સંસ્‍થાઓ તથા વેપારીઓ  દ્વારા શહેરના મુખ્‍ય માર્ગો પર હોડિગ્‍ઝ, બેનરો, ભગવા ધ્‍વજ, સુશોભિત ગેઈટ ઉપરાંત લાઈટ ડેકોરેશન કરવામાં આવતાં સમગ્ર શહેર રામમય બની    ઝગમગી ઉઠ્‍યું હતું શહેરના મુખ્‍ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતાં વિવિધ સંસ્‍થાઓ મંડળો દ્વારાપાણી, શરબત, ફરાળી નાસ્‍તા ની ઠેર ઠેર ભાવિકો માટે વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.                        રામનવમી નિમિત્તે યોજવામાં આવેલ ભવ્‍ય શોભાયાત્રામાં પાંચ જેટલા રાખવામાં આવેલ ડીજે ના તાલે રાસગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી. લગભગ ૫૦૦ વર્ષ બાદ અયોધ્‍યા ખાતે રામલલ્લા નીજ મંદિર ખાતે બિરાજમાન થયા બાદ પ્રથમ રામનવમી નિમિત્તે શ્રધ્‍ધાળુઓ મા અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.                                                                                    કેશોદ તાલુકાનાં બાલાગામ સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વિવિધ ધાર્મિક સાંસ્‍કળતિક કાર્યક્રમો નું આયોજન કરી રામનવમી ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.                                                                    કેશોદ શહેરમાં દરેક ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સ્‍વૈચ્‍છિક ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્‍યાં હતાં. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્‍ટેશન ના પોલીસ ઈન્‍સપેકટર અનિરુદ્ધસિંહ  ગોહિલ દ્વારા રામ નવમી નિમિત્તે શહેરમાં પૂરતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ હતો.                                                                                                                                                                                                             

 કેશોદ બન્‍યું રામમય : ભવ્‍ય શોભાયાત્રામાં વિવિધ ઝાંખી સાથે ભકતોનુ ઘોડાપુર ઉભરાયુ. પોતાના વેપાર ધંધા સ્‍વયંભૂ બંધ પાળી જય શ્રી રામ ના ગગન ભેદી નાદ સાથે વિશાળ સંખ્‍યામાં લોકો શોભાયાત્રા મા જોડાતા આ નગરયાત્રા આશરે ૧ કી.મી જેવી લાંબી જોવા મળી : રામ મંદિરમાં ઘંટારાવ રાણકી ઉઠ્‍યા : ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ ભવ્‍ય ઉજવણી( સંજય દેવાણી દ્વારા)દરમિયાન હાલચૈત્રી નવરાત્રી પણ ચાલતી હોય      મંદિરોમાં રામનવમી ની સાથે શ્રી વાઘેશ્વરી માતાજી, શ્રી ખોડીયાર માતાજી, શ્રી અંબા માતાજી, શ્રી નવદુર્ગા માતાજી સહિતના દૈવી મંદિર ખાતે દુર્ગા નવમી ની પણ  ભાવભક્‍તિ સાથે વિશેષ પૂજા અર્ચના    કરવામાં આવેલ રામનવમી નિમિત્તે અહીંના ચાર ચોક પાસે આવેલ રામ મંદિર ખાતે ભાવિકો ભગવાન રામલાના દર્શનાર્થે મોટી સંખ્‍યામાં ઉમટી  પડ્‍યા હતા.  ભાવિકોએ સંપૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે મહા આરતીના દર્શનનો લાભ લઈ  ઉપસ્‍થિત સૌકોઈને રામ જન્‍મની વધાઈ સાથે શુભેચ્‍છા  પાઠવી ધન્‍યતા અનુભવેલ હતી. રામનવમી નિમિત્તે  સંપૂર્ણ પવિત્ર  વાતાવરણ વચ્‍ચે સવારના હોમત્‍મક યજ્ઞનુંઆયોજન કરવામાં આવેલ હતું. સાથે ચૈત્રી નોમ ના રોજ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો પ્રાગટય દિન પણ હોય અત્રેના સ્‍વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં પણ જન્‍મોત્‍સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી.(તસ્‍વીરઃ માધવ દેવાણી- કેશોદ)

(2:03 pm IST)