Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જામતો શિયાળાનો માહોલ : કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૧૨.૦ ડિગ્રી , કંડલા એરપોર્ટ ૧૩.૨ , રાજકોટ ૧૪.૦ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં  શિયાળાનો માહોલ  જામતો જાય છે અને દરરોજ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીની વધુ અસર થઈ રહી જોકે હજુ બપોરના સમયે ગરમીની અસર યથાવત છે. આજે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૧૨.૦ ડિગ્રી , કંડલા એરપોર્ટ ૧૩.૨ , રાજકોટ ૧૪.૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

           છેલ્લા થોડા દિવસોથી શિયાળાની અસર વર્તાઈ રહી છે અને સાંજ પડતાની સાથે જ ઠંડા પવન સાથે ઠંડકની અસર અનુભવાય છે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળું વાતાવરણ છવાઈ જાય છે સવારે લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રી નજીક પહોંચી જાય છે જેના કારણે અનેક શહેરોમાં ઠંડીની અસર વધુ વરતાય છે.

            બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઊંચો જતા ગરમીની અસર સાથે ઉનાળા જેવું વાતાવરણ છવાઈ જાય છે આવી રીતે એક જ દિવસના બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

                 ક્યાં કેટલું તાપમાન ?

અમદાવાદ                 ૧૮.૦ ડિગ્રી

ડીસા                         ૧૬.૮ ડિગ્રી

વડોદરા                       ૨૧.૬ ડિગ્રી

સુરત                          ૨૧.૪ ડિગ્રી

રાજકોટ                      ૧૪.૦ ડિગ્રી

કેશોદ                          ૧૫.૩ ડિગ્રી

ભાવનગર                     ૧૯.૨ ડિગ્રી

પોરબંદર                       ૧૬.૪ ડિગ્રી

વેરાવળ                        ૧૯.૯ ડિગ્રી

દ્વારકા                          ૧૯.૨ ડિગ્રી

ઓખા                          ૨૨.૨ ડિગ્રી

ભુજ                            ૧૫.૫ ડિગ્રી

નલીયા                          ૧૨.૦ ડિગ્રી

સુરેન્દ્રનગર                     ૧૬.૫ ડિગ્રી

ન્યુ કુંડલા                       ૧૭.૫ ડિગ્રી

કંડલા એરપોર્ટ                 ૧૩.૨ ડિગ્રી

અમરેલી                         ૧૫.૬ ડિગ્રી

ગાંધીનગર                       ૧૭.૫ ડિગ્રી

મહુવા                             ૧૯.૭ ડિગ્રી

દીવ                                 ૨૦.૦ ડિગ્રી

વલસાડ                           ૧૬.૦ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર              ૧૮.૨ ડિગ્રી

(10:36 am IST)