Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

૧ર જયોર્તિલીંગ રાષ્ટ્રધર્મ વિજય પદયાત્રાએ નીકળેલા નિત્યાનંદ આશ્રમનાં નર્મદાનંદ બાપજીનું દ્વારકામાં આગમન

શ્રી નાગેશ્વર જયોર્તિલીંગના દર્શન બાદ દ્વારકાધીશ જગત મંદિરનાં શિખર ઉપર ધ્વજારોહણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૯ :.. મધ્ય પ્રદેશના નિત્યાનંદ આશ્રમના સંતશ્રીશ્રી ૧૦૦૮ નર્મદાનંદ બાપજી મહારાજ દેશભરના બાર જયોર્તિલીંગની પગપાળા યાત્રા પર નિકળેલ હોય તેઓશ્રી  આજરોજ સોમનાથથી દ્વારકા પગપાળા પહોંચ્યા હતાં.

નિત્યાનંદ આશ્રમના સંતશ્રી નર્મદાનંદ બાપજી વર્ષ ર૦૧૯ની સ્લમી સપ્ટેમ્બરના રોજ ગંગોત્રીથી ૧ર જયોર્તિલિંગને સાંકળતી રાષ્ટ્રધર્મ વિજય પદયાત્રાનો પ્રારંભ કરી સૌ પ્રથમ કેદારનાથ  દર્શન કરી ત્યારબાદ વિશ્વનાથ મહાદેવ, વૈજનાથ મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, રામેશ્વર મહાદેવ, ભીમાશંકર મહાદેવ, ત્ર્યંબકેશ્વર મહાદેવ, ધુશ્મેરશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ ગુજરાતમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ  આજરોજ દસમા જયોર્તિલિંગન નાગેશ્વર મહાદેવના દર્શન હેતુ યાત્રાધામ દ્વારકામાં પધાર્યા હતાં.

જયાં તેમનું સ્થાનીય સંતો મહંતો તેમજ શહેરના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. નર્મદાનંદજીએ જણાવ્યું હતું કે  ભારતવર્ષમાં જલની સાથે સાથે જંગલનું સંવર્ધન થાય તે હેતુ દરરોજ સવારે ૬-૦૦ વાગ્યે પદયાત્રાનો પ્રારંભ વૃક્ષારોપણ કરી કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું, આ સાથે જીવોના સંરક્ષણ હેતુ ગૌમાતાનું રક્ષણ તેમજ ગૌમાતાએ જીવસૃષ્ટિ માટે આશીર્વાદરૃપ હોય ભારતવર્ષમાં જોવા મળતાં ૩૮ પ્રકારના ગૌધનના સંવર્ધનથી માનવજાતને થતાં ફાયદાઓ વિશેની સમજ આપી હતી. આ સાથે તેમની પદયાત્રાનો ઉદ્દેશ સનાતનધર્મના રક્ષણાર્થે સૌ સનાતનધર્મીઓએ એકસાથ થવાની જરૃર હોવા પર પણ ભાર મૂકયો હતો.

દ્વારકા ક્ષેત્રમાં રોકાણના દરમ્યાન તેઓ સૌપ્રથમ દ્વારકાથી ૧૬ કિમી દુર આવેલાં દ્વાદશ જયોતિલિંગ નાગેશ્વર ધામના પગપાળા દર્શન કરશે. ત્યારબાદ   જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ પણ કરનાર છે.

(3:13 pm IST)