Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ધ્રાંગધ્રાનો શખ્‍સ પાસા હેઠળ ભૂજ જેલ મોકલાયો

વઢવાણ,તા. ૧૯: આગામી લોકસભાની ચૂંટણીના લઈને જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા જેમાં લોકોની કીંમતી જમીન પર ગેરકાયદે કબજો કરી ખંડણી ઉઘરાવવા, અપહરણ, લૂંટ, મારામારી, હથિયાર, દારૂ, જુગાર સહિતના ગુનાહીત પ્રવૃતિ ડામવા તથા તેમા સંડોવાયેલા શખસો સામે પોલીસ વડા ડો.ગીરીશભાઇ પંડ્‍યાએ પાસા હેઠળ કાર્યવાહીની સૂચના આપી હતી. આથી એલસીબી,પીઆઇᅠ એલસીબી સ્‍ટાફ, એસઓજી સ્‍ટાફ, ધ્રાંગધ્રા સીટી સર્વેલન્‍સ સ્‍ટાફ સહિત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ધ્રાંગધ્રામાં હાઉસિંગ બોર્ડ જૂની ખરાવડમાં રહેતો યાસીન રેહમાનભાઈ મોવર વિરુદ્ધ પાસા દરખાસ્‍ત તૈયાર કરી જિલ્લા મેજિસ્‍ટ્રેટ સુરેન્‍દ્રનગરને મોકલી હતી ત્‍યારે પાસા વોરંટ ઇશ્‍યુ કરતા પાસા વોરંટ બજવણી કરી અટકાયત કરી યાસીન મોવર ને ભુજ જેલ મોકલી અપાયા હતા.

(10:05 am IST)