Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પોરબંદર સંવેદનશીલ કાંઠા ઉપર સોનાની દાણચોરી - હથિયાર લેન્‍ડીંગનો કાળો ઇતિહાસ

પોરબંદરના ૧૦૬ કી.મી. અરબી સમુદ્ર કિનારાને અડીને ૧૦૦ થી ૩૦૦ મીટરની ત્રિજીયાના કોસ્‍ટલ હાઇવેનો દેશદ્રોહી તત્‍વોએ ભુતકાળમાં ભરપુર લાભ લીધો હતો : જુના લેન્‍ડીંગ પોઇન્‍ટ ઉપર શરૂઆતમાં સોનાની ગીની અને ત્‍યાર પછી નાવેદ્રા મિયાણી હર્ષદ કાંઠેથી સોનાના બીસ્‍કીટ આવતા :છેલ્લે ૧૯૯૪ના અરસામાં ચાંદીની પાટો સાથે ગુપ્ત રાહે લઇ જવાતો ઘાતક હથીયારો-આરડીએકસ જથ્‍થો ઝડપાયો ત્‍યારે હાહાકાર મચી ગયેલ હતો : અફઘાનિસ્‍તાન-પાકિસ્‍તાનથી સોના-ચાંદીના કન્‍સાઇમેન્‍ટ આવતા અને સરકારનું દબાણ વધતા સોનુ-ચાંદી દરિયાના માર્ગે આવવાનું બંધ થયેલ : જે તે સમયે દાણચોરી અને હથિયારો લેન્‍ડીંગ માટેના વહાણો આધુનિક મશીનરીવાળા હતા : જેમાં કિંગ ઓફ કિંગ ‘અલ સદાબહાર' જહાજ ગણાતુ : વાયરલેસ યુગનો સમય પુરો થતા અને સેટેલાઇટ યુગમાં પ્રવેશતાની સાથે અગિ્નશષાો ઘુસાડવાનું શરૂ થયેલઃ તે વખતે એટીએસએ વિદેશના લશ્‍કરમાં વપરાતા હથિયારો પકડયા હતા

પોરબંદર : ગુજરાતના ૧૬૦પ કિલોમીટરનો અરબી સમુદ્ર દરીયાઇ કિનારો દેશીભરમાં મોટો ગણાય છે તેમા પણ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અરબી સમુદ્રમાં કચ્‍છના અખાતમાં પોરબંદરનો અરબી સમુદ્ર કિનારો ૧૦૬ એકસો છ કિલોમીટર લંબાઇ ધરાવે છે અને સંવેદનશીલ જાહેર થયેલ છે.

પોરબંદર ૧૦૬ કિલોમીટરના અરબી સમુદ્ર કિનારાને અડીને ૧૦૦ થી ૩૦૦ મીટરની ત્રિજયામાં કોસ્‍ટલ હાઇવે આવેલ છે. દેશદ્રોહી ગદાર પ્રવૃતી કરનારાઓ માટે વધુ સાનુકુળ ગણાય છે. દેવી ભુમી દ્વારકા જામનગર જીલ્લાના સમુદ્રના નાવેદ્રા દરીયાય પટ્ટીથી મીયાણીથી માધવપુર આંત્રોલી ફાટક સુધીનો દરીયા કિનારો કુદરતી જેટ્ટી ધરાવે છે. કોસ્‍ટલ હાઇવે -૮ ટચ છે. દેવભુમી દ્વારકા ઓખા કચ્‍છ અને જામનગર જીલ્લા દરીયાઇ અખાતની પટ્ટી પર તેમજ ઁપોરબંદરની અરબી સમુદ્ર પટ્ટી, મીયાણીથી પોરબંદર-માધવપુર-દ્વારકાના નિઃસ્‍વાર્થ દેશપ્રેમી રોબર્ટ-રોઝી તથા પોરબંદરના ડેન્‍જર-ચાર્લી અરબી સમુદ્રની દરીયાઇ પટ્ટી પર બાજ નજર રાખી રહેલ છે. તેની બાજનજરમાં દરીયાઇ પટ્ટીની હિલચાલ સંભવીત નજરમાં આવતા ઇશારો -હિલચાલ અને અનુભવી આંખથી અનુમાન કરેલ છે. હાલ કિંમતી ધાતુની દાણચોરી પ્રવૃતિ પર રોક હતી. તે પુનઃ સક્રિય શરૂ તેવી હિલચાલ જણાય છે.

સને ૧૯૯ર પછી કિંમતી ધાતુ સુવર્ણ ઘુસાડવા સ્‍મગલરો મીટરીયાનો ઉપયોગ કરતા હતા અને આ મીટરીયા હવાઇ ઉડયન માસ્‍ટરીય કિંમતી ધાતુ સોનુ ઘુસાડતા  ડેન્‍જર-ચાર્લીના અનુમાન મુજબ ચાર-પાંચ ખેપ નીકળી જાય ત્‍યારે એકાદ ખેપ પકડાય જો કે સરહદે પુરતી કસ્‍ટમ્‍સ એકસાઇઝ ડયુટી ભરે તો અમુક માત્રામાં યાને કિલ્લોમાં લાવવાની છુટ આપેલ. તેનો જોઇએ તેવો પ્રતિસાદ મળતો ન હતો.

આ પીળી કિંમતી ધાતુ આરબકન્‍ટ્રી અબુધાબી-દુબઇ-ઓમાન મારફત દરીયા રસ્‍તે ધકેલવામાં આવતુ હતું. પરંતુ કસ્‍ટમ્‍સએકસાઇઝની ભીંસ વધતા હવાઇ જહાજમાં મીટરીયા પેસેન્‍જર મારફત મોકલવામાંઅ ાવે યછે. તેમાં ઇશારો હોય છે. સહેલાઇથી ચાર પાંચ ડીલીવરી થાય હાલ એકથી બે કિલોમીટરની માત્રામાં ઘુસાડવામાં આવે છે. અને ૧૯૮પ સુધી ૧૯૯ર-૯૩ સુધી ચાંદી દરીયાઇ રસ્‍તે પોરબંદરના અરબી સમુદ્રના ગ્રામ્‍ય વિસ્‍તારમાં દરીયાઇ કિનારા પર કન્‍સાઇન્‍ટ મેન્‍ટની ડીલીવરી કરવામાં આવતી. તેમાં હદ-વિસ્‍તારની સમજુતી હોય છે. ચે મુજબ કન્‍સાઇન્‍ટમેન્‍ટ આવતુ આ કન્‍ટેઇનમેન્‍ટમાં ચાંદીની પાટો આવતી મોટે ભાગે નાવેદ્રાથી હર્ષદ મિયાણી સુધીમાં વધી કાંટેલા સુધી સક્રિય પ્રવૃતિ હતી.

ગોસાબારા જુનો લેન્‍ડીંગ પોઇન્‍ટ સુવર્ણ દાણચોરીનો કુખ્‍યાત હતો. ત્‍યારે ગીની આવતી ત્‍યાર બાદ નાવેદ્રા મિયાણી હર્ષદ શરૂ થતા સુવર્ણ બિસ્‍કીટ જેકેટ આવવાની શરૂઆત થયેલ. સુવર્ણ બિસ્‍કીટમાં એક ખાનામાં ૧૦૦ ગ્રામ આસપાસ આવતા. ચાંદીની પાટો આવતી. અમુક સમય અફઘાનીસ્‍તાન-પાકિસ્‍તાનથી કન્‍સાઇન્‍ટમેન્‍ટ આવતુ સરકારનું દબાણ વધતા સુવર્ણ દરીયાઇ રસ્‍તે આવવાનું બંધ થયુ અને ચાંદી આવવાની શરૂઆત થઇ જો કે ચાંદી પાટો સને ૧૯૬પ-૬૭ થી આવવાની શરૂઆત થયેલ તે સમયે પોરબંદર સુભાષનગર દરીયાઇ કિનારો ઝાવર કુછડી કાંટેલા રાતિયા-વિસાવાડા (મુળ દ્વારકા) જીવંત હતા. તેમજ માધવપુર (ઘેડ) આંત્રોલી ફાટક પરંતુ તે કિનારે ઓસ્‍કાથી દુબઇ મારફથ ચાંદીના-સોનાના રીલ ઠલવાતા તેનુ લેન્‍ડીંગ ડીલીવર વલસાડનો મશહુર નારાયણ બખીયાનું નામ આગળ હતું. તેમજ દાઉદ ઇબ્રાહીમનું નામ ચાંદીની પાટોમાં હતું.

સને ૧૯૮પ થી ૧૯૯ર સુધી દાણચોરો દેશદ્રોહી ગદારો માટે ભારતમાં ચાંદી ઘુસાડવા માટે સૌરાષ્‍ટ્ર (ગુજરાત) નો અરબી સમુદ્રનો વિસ્‍તાર સુરક્ષીત સુવર્ણ ગણાતો વર્તમાન સમયમાં હજુ સુરક્ષીત  સુવર્ણ જ ગણાય છે. માત્ર દાણચોરીની ચાંદીની પાટો દરીયાઇ રસ્‍તે આવતી દુબઇ ઓમાન કાઇક અંશે અબુધાબીથી વહાણ માટે આવતી તે માટે જે તે સમયના આધુનિક મશીન વાળા વહાણોમાં અલસદાબહાર કિંગ ઓફ કિંગ ગણાતુ અન્‍ય વહાણો આધુનીક મશીન -શઢ ધરાવતા હતા તેમ છતા અલ સદાબહાર મોખરાનું હતું. વાયરલેસ યુગ હતો. પરંતુ જયારથી સેટેલાઇટ યુનો પ્રવેશ થયો ત્‍યારથી વાયરલેસ યુગ ધીમો પડયો.

 પકિસ્‍તાન કેન્‍દ્ર સ્‍થાને ગણાતું  આ સમયે હથીયારો અગિ્નશષાો પણ ઘુસાડવામાં આવતા. એકલ દોકલ વ્‍યકિત પાસેથી પોરબંદર પોલીસ સુરક્ષા એજન્‍સી સક્રિય હતી. વર્તમાન સમયના છે. પરંતુ તે સમયે વિદેશી બનાવટ-બેરેટા વિદેશી લશ્‍કરમાં વપરાતા હથીયાર અગ્નિશષાો પોરબંદર પોલીસે તેમજ એટીએસે પકડેલા છે. તેની સામે ગુન્‍હા પણ દાખલ થયા છે. વિદેશ સુરક્ષા જેકેટ પણ ઝડપાયેલ છે. આરડીએકસ યાને મોતનો સામાન ધીમી માત્રામાં ઘુસાડવામાં આવતો.

છેલ્લે  સને ૧૯૯ર-૯૩ની સાલમાં પ્રમાણ વધ્‍યું. છેલ્લે સને ૧૯૯૪ની સાલમાં વલસાડ પાસેથી મોટો જથ્‍થો પકડાયેલ તે પહેલા પોરબંદર ઓડદર-ગોસાબારા-વચ્‍ચે અરબી સમુદ્રના કિનારા પર સાંજના સમયે અલ સદાબહાર મશીનવાળા વહાણમાં ચાંદી-હથીયાર-આરડીએકસ ઉતારવામાં આવેલ અને તે ઝડપાણા. ત્રણ ટ્રક મારફત જે તે સ્‍થળે પહોંચાડવાની વ્‍યવસ્‍થા થઇ પરંતુ કુતિયાણા પાસે એક ટ્રક ઝડપાણો ડ્રાઇવર અને કલીનર પરની ઉપરના ભાગે ખુફીયા છતમાં ચાંદીની પાટો, હથીયાર, આરડીએકસ ઘુસાડી ગુપ્ત રીતે લઇ જતા પકડાઇ ગયેલ. અંદાજી ૭પ૦ કિલો જેટલો આરડીએકસનું લેન્‍ડીંગ થયેલ. જે પંજાબ ડીલીવર કરવાનો હતો.

તદઉપરાંત મુંબઇ બ્‍લાસ્‍ટ સુરત રેલ્‍વે સ્‍ટેશન પર બલાસ્‍ટ (ધમાકા) તેમજ અન્‍ય સ્‍ટેશન પર થયેલ. પોરબંદર કમલાબાગ પોલીસ સ્‍ટેશનના ગુન્‍હા રજીસ્‍ટર નંબર ૪૩/૯૪ જાણીતી છે. તે પહેલા અલ્‍પ માત્રામાં આરડીએકસ પોરબંદરના વ્‍હોરાવાડ, જુની દીવાદાંડી સામે એક મચ્‍છવામાં અલ્‍પ માત્રામાં ધોળા દિવસે બોકસમાં ઉતરેલ. વેરાજીથી ડીસ્‍ટ્રીબ્‍યુટ થયેલ એ સમયે પોરબંદરની ત્રણ વ્‍યકિત લેન્‍ડીંગ એજન્‍ટ તરીકે કન્‍સાઇન્‍ટમેન્‍ટની ડીલીવરી ઉતારી અન્‍ય સ્‍થળે ડીલીવરી પહોંચાડવામાં આવતી. જેમાં લઘુમતી કોમના અને એક બહુમતી વર્ગની ખાણ હતી. લઘુમતી કોમની એક વ્‍યીકત હર્ષદના દરીયાઇ વિસ્‍તાર દ્વારકા વચ્‍ચે આવેલ નાવેદ્રાના અરબી સમુદ્રમાં તથા પોરબંદરના સુભાષનગરથી હર્ષ મિયાણી હર્ષદ ખાસ કરીને કુછડી-રાતડી-કાંટેલા-એક સમયે વિસાવાડા (મુળ દ્વારકા) મિયાણી તેમજ પોરબંદર માધવપુર (ઘેડ)ના અરબી સમુદ્ર વિસ્‍તાર આંત્રોલી ફાટક તથા માંગરોળ વરભાબાગ ડીલીવર થતી તેમજ પોરબંદરની લઘુમતી કોમની બુઝુર્ગ વિશેષ જરૂરત હોય તો વેરાવળના સુત્રાપાડા બંદર પાણીકાંઠા પાસે કન્‍સાઇન્‍ટમેન્‍ટ કલીયર કરવામાં આવતું. જેમાની બે લઘુમતી કોમની વ્‍યકિત સીનીયર સીટીઝન્‍સ હૈયાત છે. કસ્‍ટમ્‍સ અને કોર્ટના ચોપડે આઇબી વિગેરે એજન્‍સી અન્‍ય સરકારી રેકર્ડમાં એજન્‍સીમાં સુવર્ણ અક્ષરમાં નામ રજીસ્‍ટર્ડ થયેલ છે એક વ્‍યકિત બહુમતી કોમની લેન્‍ડીંગ એજન્‍ટની હત્‍યા થયેલ છે. જયારે વફાદાર કુરીયર એક કુરીયર અકુદરતી મોત એકનું マદય રોગથી ત્રીજાનું કુદરતી મોત થયેલ છે. અલસદાબહાર જામનગર અને વલસાડ ઓન્‍જલ બંદર પર પોલીસ કસ્‍ટમ્‍સ દફતરે નોંધાયેલ તેમાં કાછલા બે કુરીયરના નામ ચાર્જશીટમાં દાખલ થયેલ. આヘર્ય તો એ છેકે ચાર્જશીટ થાય કે ફરીયાદ નોંધાય. સંબંધી એજન્‍સી કેશ દાખલ ન્‍યાય અદાલતમાં ન્‍યાય પ્રક્રિયા માટે દાખલ કરેલ હોય કેશ ચાલી જતા પકડાયેલ આરોપીઓ સામે મોટા ભાગે ન્‍યાય પ્રક્રિયા પુર્ણ થયા બાદ ન્‍યાય અદાલતના છેવટના હુકમમાં શંકાનો લાભ અથવા નહીં સાબીત માની આરોપીઓ છુટી જાય છે.સને ૧૯૮૦-૮૧ થી ૧૯૯ર-૯૩ વચ્‍ચે દરીયાઇ એજન્‍સી કસ્‍ટમ્‍સની અને પોલીસની જે ટીમ ફરજ પર કાર્યરત હતી અને જાગૃત ગણાતી હતી. વર્તમાન સમયમાં કસ્‍ટમ્‍સની જાગૃતી જણાતી નથી. ડીઆરઆઇ ટીમના પણ દર્શન દુર્લભ જણાય છે? અત્રે એ ઉલ્લેખનીય છે કે સને ૧૯૮પ-૮૬ ,૧૯૯૧-૯રના સમયગાળામાં લોએજ ચાંદી પ્રકરણ બહુ જ ગાજેલ. પકડાયેલ ખલાસી વિગેરેની ઓળખ માટે પોરબંદર  કસ્‍ટમ્‍સમાંથી બદલી પામી રાજકોટ ફરજમાં મુકાયેલ. તે ઓફીર્સસ કસ્‍ટમ્‍સ ઇન્‍સ. જે એન્‍ટ્રોડોકેશન ઓળખ પરેડ માટે બોલાવવામાં આવેલ. લઘુમતી કોમનો રહેણાંક વિસ્‍તાર જમાદાર ફળીયા ઠક્કર પ્‍લોટ વિસ્‍તારમાંથી ફરજ બજાવી રહેલ રોડ પરથી પસાર થતા હતા ત્‍યારે તેમને મારી નાખવાના ઇરાદે એક ટ્રક તેમની પર ચડાવવાનો પ્રયાસ થયો જે મુજબની ફરીયાદ જેતેસમયે શીતલા ચોક પોલીસ સ્‍ટેશન વર્તમાન કીર્તીમંદીર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ છે. આ ઓફીસર્સની યશસ્‍વી કામગીરી નોંધનીય મેમણવાડા વિસ્‍તારમાંથી ડુપ્‍લીકેટ પાઉન્‍ડ કૌભાંડનો પર્દાફાશ કરેલ. અને નુરી ગેંગનું નામ બહાર આવેલ. પોરબંદર કસ્‍ટમર અને પોલીસમાં નોંધાયેલ છે. આ ડુપ્‍લીકેટ પાઉન્‍ડ કૌભાંડ યાને કેશ કૌભાંડનો પર્દાફાશ ન્‍યુ દિલ્‍હીથી ડીઆઇજી કક્ષાના ઉચ્‍ચ અધિકારી બાતમી આધારે તપાસમાં આવતા ત્‍યારે તે સમયે પોરબંદર કસ્‍ટમ્‍સ ઓફીસર્સ ઇન્‍સ્‍પેકટરને સોંપેલ. ચાર દિવસ રાઉન્‍ડ ધ કલોક વોચ ગોઠવી નુરી ગેંગનો પર્દાફાશ કરેલ.

  આ ઉપરાંત પોરબંદર સ્‍થાનીક આઇબી ને બાતમી મળતા પોરબંદરથી એક વહાણ નશીલી દવા ગોળી મેન્‍ડ્રેકસ (ઉંઘ માટેની ગોળી)  બહાર જઇ રહેલ છે. તે વહાણ પર આઇબીએ સર્ચ રાખી પોરબંદર કસ્‍ટમસના બે ચુનંદા અધિકારીઓને વિશેષ કાર્યવાહી માટે પોરબંદર કસ્‍ટમ્‍સના સ્‍થાનીક ઉચ્‍ચ અધિકારીની સુચના મુજબ જવાબદારી નિભાવ સફળતા મેળવેલ. જો કે આ વહાણ પોરબંદરની ખાડીમાં જ રાખેલ. આ પ્રકરણ જે તે સમયે ચર્ચીત બની હતી. વેરાવળની એક ફિશીંગ બોટમાંથી ગુપ્ત રીતે સંતાડેલ જે તે સમયની કિંમત મુજબ રૂા. પ લાખની પણ એન્‍જીન રૂમમાંથી પકડેલ. વિશેષ ચોંકાવનારી બાબત એ છ કે પોરબંદરના બંદર પરથી વહાણ મારફત ભારતીય ચલણ પણ પાકિસ્‍તાન જતુ તેમજ ખાદ્યચીજ તેલ ડુંગળી ચોખ્‍ખા ઘઉ બાજરો વિગેરે ફીશીંગ બોટ મારફત કસ્‍ટમ્‍સની નજર બહાર ગુપ્ત રીતે લઇ જવાતા હતા.

અરબી સમુદ્ર સંવેદનશીલ પ્રવૃતિનો પર્દાફાશ થાય છે. પરંતુ આヘર્ય તો એ છે કે કસ્‍ટમ્‍સની કયાંય સક્રિયતા જણાતી નથી. મૌન છે. દરીયાઇ વહાણ રસ્‍તે  માદક પદાર્થ નશીલાની હેરાફેરી થાય છે. પકડાય છે. વર્તમાન સંજોગો સ્‍થિતિએ સ્‍ટીમર મારફત કન્‍ટેનરમાં પણ ડ્રગસ કન્‍સાઇન્‍ટમેન્‍ટ આવવા લાગ્‍યું. ડીઆરઆઇ બાજ નજર રાખી રહેલ. સોપારી પણ દાણચોરીથી ઘુસાડવામાં આવે છે. ચરસ ગાંજો અફીણ કાશ્‍મીર ખીણ રસ્‍તે પાકિસ્‍તાનના વાદરબંધરથી કુરીયર અને દરીયાઇ વ્‍હેલકર મારફત આવે છે.

આヘર્ય તો એ છેકે આ પ્રવૃતિનો બેતાજ બાદશાહ પાકિસ્‍તાન સ્‍થિતિ દાઉદ ઇબ્રાહીમનું નામ ઉચ્‍છળે છે. જો કે સને ૧૯૮પ-૮૬ થી ૧૯૯ર-૯૪ વચ્‍ચે ચાંદી-હથીયાર-હેરાફેરી-મોતનો સામાન, આરડીએકસ વિગેરે કન્‍સાઇન્‍ટમેન્‍ટમાં બેતાજ બાદશાહ ડોન દાઉદનું આગળ રહયું છે. આજ પણ તેના ભણકારા સંભળાય છે. ડોન દાઉદની સ્‍થિતિ નાજુક છે. છતા નામ ઉચ્‍છળે છે. તેનું નેટવર્ક ભારતમાં પથરાયેલ છે. મુંબઇ મુખ્‍ય સ્‍પોટ છે. સાથે કન્‍સાઇન્‍ટમેન્‍ટ કલીયરીંગ માટે પોરબંદરની દરીયાઇ પટ્ટી ઉપર ઇશારો થતો રહે છે

: આલેખન :

હેમેન્‍દ્રકુમાર પારેખ

પોરબંદર

(11:27 am IST)