Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શેત્રુંજી વન્યજીવ વિભાગ અંતર્ગત જિલ્લામાં પીઆરઓ તરીકે વન્યજીવ રેન્જ લીલીયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગલાણી ફરજ નિભાવશે

અમરેલી તા.૧૮ : શેત્રુંજી વન્યજીવ વિભાગ અંતર્ગત અમરેલી જિલ્લાના લીલીયા, અમરેલી, કુંકાવાવ, રાજુલા અને જાફરાબાદ તાલુકા માટે પબ્લિક રીલેશન ઓફીસર (પીઆરઓ) તરીકે વન્યજીવ રેન્જ લીલીયાના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી બી.જી.ગલાણી (સંપર્ક નંબર ૯૯૨૪૧૩૧૦૨૩) ની ફરજ બજાવશે. આથી આ કાર્યક્ષેત્રને લગતી કામગીરી બાબતે તેમનો સંપર્ક કરવાનો રહેશે,  તેમ નાયબ વન સંરક્ષક, શેત્રુંજી વન્યજીવ વિભાગ,પાલીતાણાની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

(2:19 pm IST)