Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સુરેન્દ્રનગરઃ સોયા તેલની આડમાં દારૃની હેરાફેરીના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ,તા. ૧૯ : પોલીસે દારૃ-બિયર સહિત રૃા. ૧૭.૨૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, ડ્રાઇવર, દારૃ મોકલનાર, મંગાવનાર, ટ્રક માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ કામે આરોપીએ જામીન પર છૂટવા કરેલ અરજીને કોર્ટે રદ કરી હતી.

ચોટીલા પોલીસ મથકના પીઆઈ જે.જે.જાડેજા સહિતનાઓને તા. ૨૫-૧૦-૨૩ના રોજ સાંજે સફેદ મહોરાવાળા ટ્રકમાં વિદેશી દારૃ અમદાવાદથી રાજકોટ તરફ જતો હોવાની વિગત મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. ત્યારે બાતમીવાળો ટ્રક આવતા તેની રોકી તપાસ કરાઈ હતી. જેમાં ટ્રક ચાલકની પુછપરછ કરતા ટ્રકમાં સોયાબીજનું તેલ હોવાનું જણાવી બીલટી પણ દર્શાવાઈ હતી. જયારે પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી દારૃની ૧૬૮૦ બોટલ અને બિયરના ૫૮૮૦ ટીન મળવ્યા હતા. પોલીસે ટ્રક ડ્રાઈવર મહારાષ્ટ્રના ૪૨ વર્ષીય હનુમંત દત્ત્।ુ શીંદેની રૃ. ૬,૩૦,૦૦૦નો દારૃ, રૃ. ૫,૮૮,૦૦૦ની બીયરના ટીન અને ટ્રક સહિત રૃ. ૧૭.૨૩ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જયારે દારૃ મોકલનાર, ટ્રક ચાલક અને દારૃ મંગાવનાર સહિત પાંચ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં બાદમાં તા. પમી માર્ચના રોજ પોલીસે દારૃ ભરી આપનાર મુંબઈના રાહુલ શીવાજી અગતરાવની ધરપકડ કરી હતી. ત્યારે જેલવાસ ભોગવતા આરોપીએ તા. ૨૦મી માર્ચ ૨૦૨૪ના રોજ સુરેન્દ્રનગર કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ એચ.એ.પરમારે દલીલો કરતા જણાવ્યુ કે, આરોપીએ ગુજરાત જેવા પ્રતીબંધીત વિસ્તારમાં દારૃ ઘુસાડવાનું કામ કર્યુ છે. આરોપી બીજા રાજયનો છે. જો તેને જામીન અપાય તો તે ફરાર થઈ જશે. આ ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓ પણ પકડવાના બાકી છે. આથી સુરેન્દ્રનગર ત્રીજા એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી રાહુલ શીવાજી અગતરાવની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.

(12:17 pm IST)