Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

અમરેલી જિલ્લામાં ચુનાવ પાઠશાળામાં નાગરિકોને અપાઇ છે આદર્શ મતદાતા બનવાનું શિક્ષણ

જિલ્લાના ખાંભા, ખંભાાળા, ભાક્ષી, પાંચ તલાવડા, લીલીયા અને ગોવિંદપુર સહિતના ગામોના નાગરિકો મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં જોડાયા

અમરેલી:જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે.

   ખર્ચ અને TIP નોડલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીરીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા પંચાયત ખાતે ચુનાવ પાઠશાળા અંતર્ગત કરવાની થતી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. મતદાન જાગૃત્તિ માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

 ખર્ચ અને TIP નોડલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા પંચાયત ખાતે મતદાતાઓને મતદાન માટે જાગૃત્ત કરવાની સમજ આપવા કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લાના હોટેલ માલિકો તેમજ રિક્ષાચાલક સહિતના જોડાયા હતા. નાગરિકોને મતદાન માટે જાગૃત્ત કરવા સહયોગ આપવા અને મતદાન જાગૃતિ માટેની પ્રવૃત્તિમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ધારી તાલુકાના ગોવિંદપુર ગામે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ મતદાન થાય તે માટે સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

 ખર્ચ અને TIP નોડલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તળે યોજાયેલા આ કાર્યક્રમમાં TIP ના મદદનીશ નોડલ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ)ના અધ્યક્ષસ્થાને અને રાજુલા તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવી અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 ખાંભા તાલુકા પંચાયત પરિવાર દ્વારા ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. દરેક ગામમાં નાગરિકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મતદાનનું મૂલ્ય સમજાવી મહિલાઓને અચૂક મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન સિગ્નેચર કેમ્પેઇન પણ યોજાયું હતું, જેમાં ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓ અને નાગરિકો જોડાયા હતા.

 બાબરા તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બાબરા તાલુકાના ખંભાળા ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમ યોજાયો હતો. મતદાનનું મૂલ્ય સમજાવી નાગરિકોને અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.  લીલીયા તાલુકાના લીલીયા અને પાંચ તલાવડા ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં ગ્રામજનોએ જોડાઇને મતદાનના મહત્વ વિશે સમજ મેળવી હતી. વધુમાં વધુ મતદાન થાય તે માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

(10:58 pm IST)